
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ અહીં સેંકડો વીડિયો વાઈરલ થતાં હોય છે. એમાંથી કેટલાક વીડિયો ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી હોય છે તો વળી કેટલાક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને મગજના બધા તાર ઝણઝણી ઉઠે, માથાના વાળ ખેંચવાનું મન થઈ જાય…
પણ આજે અમે અહીં તમારા માટે એક એવા વીડિયોની માહિતી લઈને આવ્યા છીએ જે જેના વિશે વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને વિચારશો કે આવું તો ના હોય… એટલું જ નહીં પણ આ વીડિયોની સાથે સાથે સોશિયલ મીડિયા પર લોકોને એવો સવાલ પણ કરી રહ્યા છે કે માણસ ક્યારે શિખશે?
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો પ્રચંડ વાઈરલ થઈ રહ્યો છે કે જેમાં વાઘનું એક સબઅડલ્ટ કબ તળાવ પાસે જાય છે અને તળાવમાં તરી રહેલી પ્લાસ્ટિકની પાણીના બાટલી મોંમાં લઈને ચાલવા લાગે છે. 23 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ અને વાઈલ્ડલાઈફ લવર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતો વાઘ પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપી રહ્યો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે આ વીડિયો મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં આવેલા તાડોબા ટાઈગર રિઝર્વના નયનતારા વાઘનો છે. માણસે કરેલો કચરો વાઘ ઉંચકે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મહારાષ્ટ્ર ટુરિઝમના એકાઉન્ટ પરથી શેર કર્યો છે.
પર્યાવરણનું સંવર્ધન કેટલું આવશ્યક છે એના વિશે તો ઘણી વખત વાતો કરવામાં આવે છે પણ વાઘે અજાણતામાં જ પર્યાવરણ બચાવવાનો સંદેશ આવતો જોવા મળી રહ્યો છે. નેટિઝન્સ દ્વારા આ વીડિયો શેર કરીને મૂંગા પ્રાણીને સમજાઈ જાય છે તો આપણને ક્યારે સમજાશે એવો સવાલ પણ ઉપસ્થિત કરી રહ્યા છે. તમે પણ જો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો, દિલ ખુશ થઈ જશે એકદમ…