મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીશ્રીએ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જી૨૦ મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિક્ધડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૧ જેટલી મહત્ત્વપૂર્ણ પૉલિસીઓ લોન્ચ કરી છે, જે ગુજરાતની પૉલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબિને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં શ્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમ ગુજરાત ‘એ તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડા પ્રધાનશ્રીએ ‘વિકસિત ભારત ૨૦૪૭’નું જે વિઝન આપ્યું છે, તેને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીના ૩ વર્ષનાં કાર્યકાળ દરમિયાન જાહેર થયેલી મહત્ત્વપૂર્ણ યોજનાઓ, પહેલો, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ.
૩ વર્ષ દરમિયાન નવી નીતિઓ જાહેર કરી
૧. ગુજરાત આત્મનિર્ભર પૉલિસી
૨. ગુજરાત બાયોટેક્નોલોજી પૉલિસી
૩. નવી ગુજરાત IT/ITes પૉલિસી
૪. ગુજરાત સ્પોર્ટ્સ પૉલિસી
૫. ડ્રોન પૉલિસી
૬. ગુજરાત સેમિકંડક્ટર પૉલિસી
૭. ગુજરાત રિન્યુએબલ એનર્જી પૉલિસી
૮. સિનેમેટિક ટૂરિઝમ પૉલિસી
૯. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પૉલિસી ૨.૦ (SSIP-2.0)
૧૦. ગુજરાત ખરીદ નીતિ
૧૧. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પૉલિસી ૨૦૨૪
સુશાસનની સિદ્ધિઓ
ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત એમ ૫જીનો સમાવેશ કરતું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું ₹૩ લાખ ૩૨ હજાર કરોડનું માતબર બજેટ.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના ૧૦મા સંસ્કરણનું સફળ આયોજન.
અર્નિગ વેલ, લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત ૨૦૪૭’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય.
ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમ સાથે બિપરજોય વાવાઝોડાંનો સામનો.
ગુજરાતમાં સફળતાપૂર્વક ૧૭ જી૨૦ બેઠકોનું આયોજન.
ગુજરાતમાં ૨૬૪૯ અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, જે લક્ષ્યાંકના ૧૦૭ ટકા.
મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પોતાની અધિકૃત વોટ્સએપ ચેનલ કાર્યરત.
Sustainable Development Goals ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ.
G- ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસ
આગામી ત્રણ વર્ષમાં ₹૧૫૦૦ કરોડના ખર્ચે ૩ લાખ જેટલા શ્રમિક બસેરાનું નિર્માણ કરવાનું આયોજન.
ઇ-શ્રમ પોર્ટલ પર ૧ કરોડ ૧૭ લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને આપવામાં આવ્યા સ્માર્ટ કાર્ડ.
₹ ૧ લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના ૨.૦ અમલમાં મૂકવામાં આવી.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના ૧૯ જિલ્લાઓમાં ૨૯૦ ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યારસુધીમાં ૨ કરોડ ૬૮ લાખ લોકોને ભોજન વિતરણ.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં ૧૪ લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય.
૭૨ લાખથી વધુ NFSA કાર્ડધારક પરિવારોને મફત અનાજ વિતરણ.
રાજ્યના ૩.૮૨ કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં આવરી લેવાશે.
યુવા વિકાસ – સફળ યુવા સમર્થ ગુજરાત
ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ છેલ્લાં ચાર વર્ષોથી સતત દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ ક્રમે યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને રોજગારી આપવાના ઉદ્દેશથી ગુજરાતમાં કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના.
કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરી ૨૦૨૪થી ડ્રોન એપ્લીકેશનમાં ૯ અદ્યતન કોર્સ શરૂ.
કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીએ રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી.
સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું ટાઈપ સર્ટીફિકેટ મેળવનાર કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી
સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશિપ કાર્યક્રમ હેઠળ ૧૮ સી.એમ. ફેલો સરકાર સાથે જોડાયા.
રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, ૨૨ જિલ્લાઓમાં ૨૪ જિલ્લા રમત સંકુલ કાર્યરત.
૨૦૨૩માં ખેલ મહાકુંભ ૨.૦ ઇવેન્ટમાં ૫૩ લાખ ૬૬ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
રાજ્યના ૨૧ જિલ્લાઓના ૫૦ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય.
અન્નદાતાનું માન, અન્નદાતાનું ધ્યાન
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૫૮.૭૯ લાખ જેટલા ખેડૂત કુટુંબોને ₹૧૧,૦૫૮.૫૯ કરોડની રાશી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં.
રાજ્યનો ડાંગ જિલ્લો સૌપ્રથમ ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લા બન્યો.
રાજ્યના ૫૩ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી.
૯.૮૫ લાખ ખેડૂતો ૮.૪૫ લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
નેનો યુરિયાનો વધ્યો વ્યાપ, ૫૬.૬૫ લાખ જેટલી નેનો યુરિયા (૫૦૦ મીલિ) ની બોટલોનો વપરાશ થયો.
કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા ઇન્ડેક્સ-અ ની સ્થાપના.
લગભગ ૧૫ લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવી, ૨૩.૪ લાખ હેક્ટર વિસ્તારને તે હેઠળ આવરી લીધો છે.
છેલ્લા ૩ વર્ષોમાં ખેડૂતોને ₹૨૪,૬૬૦ કરોડની પાવર સબસિડી આપવામાં આવી કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના ૧૩,૭૩૦ એટલે કે ૭૬% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી, ખેડૂતોની જીવન ગુણવત્તામાં સુધારો.
રાજ્યના ૨૪૬ તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ ૨૦૨૩ નું સફળ આયોજન, જેમાં ૨.૧૦ લાખથી વધુ ખેડૂતોએ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો/નિષ્ણાતો પાસેથી મેળવ્યું ટેક્નિકલ માર્ગદર્શન.
તુવેર ₹૭,૦૦૦ પ્રતિ ક્વિંટલ, ચણા ₹૫૪૪૦ પ્રતિ ક્વિંટલ અને રાયડાની ₹૫૬૫૦ પ્રતિ ક્વિંટલની ટેકાના ભાવે ખરીદી કરી.
વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ચણાનું ઉત્પાદન વધતાં ભારત સરકાર દ્વારા ખરીદી માટે મંજૂર કરેલ જથ્થા ઉપરાંત રાજ્ય સરકારના ખર્ચે વધારાના ૨૨ હજાર મેટ્રિક ટન જેટલા ચણાની ₹૧૧૫ કરોડથી વધુના ખર્ચે ખરીદી કરવામાં આવી.
ઇ-સેવાઓ વધુ સુલભ બને તે માટે સામાન્ય સેવા કેન્દ્રો તરીકે પ્રાથમિક કૃષિ ધિરાણ સંસ્થાઓ (PACS) નો વિકાસ કરવા માટે GOI ની પહેલ અન્વયે ૩૨૩૩ PACS ઓનબોર્ડ થયા, જેમાંથી ૧૮૧૨ PACS કાર્યરત છે.
વિવિધ કૃષિ રાહત પેકેજ અંતર્ગત ૧૨,૭૮,૬૦૦ જેટલા અસરગ્રસ્ત ખેડૂત લાભાર્થીઓને કુલ ₹૧૯૨૫.૮૯ કરોડની સહાય.
ગુજરાતમાં જુલાઈ-૨૦૨૪ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે ₹૩૫૦ કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર
છેલ્લા ત્રણ વર્ષમાં પશુપાલન ક્ષેત્ર માટે બજેટ જોગવાઈમાં કુલ ૧૩૨%નો વધારો.
મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના અન્વયે ૬૦૯ કરોડ રૂપિયાની સહાય.
લમ્પી સ્કીન ડિસિઝના રોગચાળા દરમ્યાન ૬૩ લાખ સ્વસ્થ પશુઓમાં રસીકરણ.
મિલેટ વર્ષનો લાભ રાજ્યના ૮૦ લાખ જેટલા નાગરિકો અને ખેડૂતોને થયો
નારી સશક્તિકરણ (સશક્ત નારી, સશક્ત પરિવાર)
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પાંચ લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ.
નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-૨૦૨૪ જાહેર.
પોષણ સુધા યોજનાનો વ્યાપ વધાર્યો, ગુજરાતના તમામ ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં અમલી.
વર્ષ ૨૦૨૩માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ ૧ લાખ કરોડને પાર, ૨૦૦થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી.
વર્ષ ૨૦૨૪-૨૫માં જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ ૮૦૪ યોજનાઓ આવરી લેવામાં આવી.
‘નમો ડ્રોન દીદી યોજના’ હેઠળ ગુજરાતમાં મહિલાઓને ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ.
સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ₹૫ લાખની સહાય વધારીને ₹૧૦ લાખ.
વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ AIIMS નું ઉદ્ઘાટન.
ગુજરાતમાં ૨.૬ કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ
પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) અંતર્ગત ગુજરાતમાં નવા ૧૮૮ ડાયાલિસિસ કેન્દ્રો શરૂ.
રાજ્યમાં કુલ ૩૫ ડે કેર કિમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં ૬૩ હજારથી વધુ દર્દીઓના ૧,૬૯,૦૬૬ કિયોથેરાપી સેશન્સ થયા.
રાજ્ય વિશિષ્ટ પહેલ અંતર્ગત, વિદ્યાર્થીઓ (૧.૧૫ કરોડ)ની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત એક માત્ર રાજ્ય.
૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અંતર્ગત રાજ્યમાં ૧૫૦ નવી ઇમરજન્સી એમ્બ્યુલન્સનો વધારો, કુલ સંખ્યા ૮૦૦ થઈ.
ફ્રી ડાયાગ્નોસ્ટિક સર્વિસ ઇનીશિએટીવ (FDSI) અંતર્ગત પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા ૩૩ થી વધારી ૧૧૧, જિલ્લા હોસ્પિટલ ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા ૬૮થી વધારી ૧૩૪ કરવામાં આવી.
છેલ્લા ૩ વર્ષોમાં રાજ્યમાં ૯ નવી મેડિકલ કોલેજો કાર્યરત, કુલ ૧૧૦૦ મેડિકલ સીટ્સ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ.
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૧૦,૦૨૯ નિક્ષયમિત્રનું નિક્ષય પોર્ટલમાં રજિસ્ટ્રેશન
ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ૩,૦૦,૭૨૭ પોષણકીટનું વિતરણ, આ કામગીરીમાં ગુજરાત ભારતમાં પ્રથમ.
નમો શ્રી યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ૧૨ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની યોજના જાહેર.
રાષ્ટ્રીય નેત્રદાન ઝુંબેશ હેઠળ ગુજરાતમાં ૧૪ લાખ સફળ મોતિયાના ઓપરેશન કરાયા.
શિક્ષિત ગુજરાત, સંપન્ન ગુજરાત
ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાની રિયલ ટાઇમ જાણકારી મેળવવાના હેતુથી વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત ૮૭૪.૬૮ કરોડના ખર્ચે ૯૭,૧૮૭ સ્માર્ટ ક્લાસરૂમ્સ તથા ૧,૪૩૨.૪૦ કરોડના ખર્ચે ૨૧,૦૩૭ કમ્પ્યુટર લેબ્સ પૂરા પાડવામાં આવ્યા.
શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ દરમ્યાન ૬૬૮૫ ક્લાસરૂમ, ૭૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદ્ઘાટન.
‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ધોરણ ૯ થી ૧૨ દરમિયાન ચાર વર્ષોમાં વિદ્યાર્થિનીઓને ₹૫૦ હજારની આર્થિક સહાય.
‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ ₹૨૫ હજારની આર્થિક સહાય.
ઔદ્યોગિક ક્ષેત્રે ગતિશીલ ગુજરાત
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪નું ૧૦મું સંસ્કરણ સફળતાપૂર્વક સંપન્ન.
વાયબ્રન્ટ ગુજરાતના ૧૦મા સંસ્કરણમાં ૧૪૦થી વધુ દેશોમાંથી ૬૧,૦૦૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો.
વાયબ્રન્ટ સમિટના ભાગ રૂપે ૧૫૦ જેટલા સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન.
વાયબ્રન્ટ ગુજરાતના ૧૦મા સંસ્કરણમાં ૨,૮૬૨ B2B મીટિંગ્સ અને ૧,૩૬૮ B2G મીટિંગ્સ યોજાઇ.
ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ જાહેર.
ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય, જ્યાં ૪ સેમિક્ધડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે.
સાણંદમાં ₹૨૨,૫૦૦ કરોડના ખર્ચે માઇક્રોન કંપની દ્વારા સેમિક્ધડક્ટર પ્લાન્ટનું કામ પૂરજોશમાં.
ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને ₹૯૧,૦૦૦ કરોડના રોકાણ સાથે સેમિક્ધડક્ટર ફેબ્રિકેશન યુનિટ સ્થાપશે.
કેયન્સ સેમિકોનનો પ્લાન્ટ સાણંદમાં ₹૩૩૦૦ કરોડના રોકાણો સાથે ૬૦ લાખ ચિપ્સ પ્રતિદિન ઉત્પાદન કરશે.
આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત, સ્પર્ધાત્મક બજારમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા માટે MSMEs માટે આસિસ્ટન્સ ફોર ક્વોલિટી સર્ટિફિકેશન’ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.
ગુજરાત ૩૮,૦૦૦થી વધુ ZED પ્રમાણિત MSMEs સાથે આ કેટેગરીમાં ટોપ પર્ફોર્મર.