1 Augustથી બદલાઈ રહ્યો છે UPIનો આ નિયમ, જાણી લેશો તો ફાયદામાં રહેશો… | મુંબઈ સમાચાર

1 Augustથી બદલાઈ રહ્યો છે UPIનો આ નિયમ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આજકાલ જમાનો ડિજિટલ છે અને રસ્તાના કિનારે બેસીને શાકભાજી વેચનાર ફેરિયો હોય કે મોટા મોટા એસી શોરૂમમાં બેસીને મોંઘા પ્રોડક્ટ વેચતો દુકાનદાર હોય, બધા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો છુટથી ઉપયોગ કરે છે. હવે સૌથી લોકપ્રિય એવા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)ને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. યુપીઆઈ સિસ્ટમમાં પહેલી ઓગસ્ટથી મહત્ત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. જેના વિશે જાણી લેવું તમારા માટે ખૂબ જ મહત્ત્વનું રહેશે.

પહેલી ઓગસ્ટથી યુપીઆઈ સર્વિસ એક્સેસ કરનારા યુઝર્સને નવા નિયમનું પાલન કરવું પડશે, જેમાં યુપીઆઈ લિમિટ, ઓટો પે ટાઈમિંગ અને બાકી બીજા કેટલાક ફેરફારોનો સમાવેશ થાય છે. યુપીઆઈ દ્વારા કરવામાં આવનારા આ ફેરફારની મદદથી કોર્પોરેશન ટ્રાન્ઝેક્શનની સેફટી અને રિલાયબિલિટીમાં સુધારો કરવાનો છે.

ભારતમાં મોટી સંખ્યામાં લોકો યુપીઆઈ એપનો ઉપયોગ કરે છે અને આ એપ 6 બિલિયન ટ્રાન્ઝેક્શન કરતાં પણ વધુ ટ્રાન્ઝેક્શનને પ્રોસેસ કરે છે. જોકે, દરમિયાન યુઝર્સને કેટલીક મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે અને યુઝર્સ આની ફરિયાદ પણ કરતાં હોય છે. યુઝર્સની આ ફરિયાદોમાં મોટા પ્રમાણમાં મોડેથી થતું પેમેન્ટ અને સર્વિસ ઠપ્પ થવા જેવી ફરિયાદો જોવા મળે છે.

યુપીઆઈ પર બેલેન્સ ચેકને લઈને પણ પહેલી ઓગસ્ટથી લિમિટ સેટ કરવામાં આવશે. યુપીઆઈ એપ્સ પર હવે દિવસમાં 50 વખત જ બેલેન્સ ચેક કરી શકાશે. જો યુપીઆઈ યુઝર પાસે બે યુપીઆઈ એપ્સ છે તો તે દિવસમાં 50-50 વખત બેલેન્સ ચેક કરી શકશે. બજારમાં યુપીઆઈ સાથે સંકળાયેલી અનેક એપ્સ જોવા મળે છે.

આપણ વાંચો:  શું વરસાદનું પાણી સીધું પી શકાય? 99 ટકા લોકોને નથી ખબર…

આ ઉપરાંત આવનારા દિવસોમાં યુપીઆઈ યુઝર્સ જોઈ શકશે કે તેમનું બેંક કયું બેંક એકાઉન્ટ મોબાઈલ નંબર સાથે લિંક છે. આ સર્વિસનો ફાયદો તેઓ દિવસમાં 25 વખત જ લઈ શકશે. જોકે, એના માટે તો કેટલીક શરતોનું પાલન અવશ્ય કરવું પડશે.

યુપીઆઈની ઓટો પે ટ્રાન્ઝેક્શનમાં પણ પહેલી ઓગસ્ટથી મહત્ત્વનો ફેરફાર જોવા મળશે. હવે યુઝર્સ ઈચ્છે તો તેઓ ઓટો પે ટ્રાન્ઝેક્શનનો ટાઈમ સ્લોટ ફિક્સ કરી શકશે. આવી સ્થિતિમાં યુઝર્સને આ નવા ફેરફારથી લાભ થશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

પહેલી ઓગસ્ટ બાદ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાની પણ એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. નવા ફેરફાર અનુસાર યુઝર્સ હવે દિવસમાં 3 વખત જ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ ચેક કરી શકશે, પણ એમાં પણ 90 સેકન્ડનું અંતર હોવું ખૂબ જ જરૂરી છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી આજે જ તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button