Labubu Dolls બાદ હવે બજારમાં Labubu Rakhi મચાવી રહી છે ધૂમ…

નવી મુંબઈઃ રક્ષા બંધનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં જાત જાતની ડિઝાઈનર, ફેન્સી, કલરફૂલ રાખડીઓની રોનક જોવા મળી રહી છે. પરંતુ આ વખતની રાખડીમાં ટ્રેન્ડમાં રહેલી લાબૂબૂ ડોલ્સનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર લાબૂબૂ ડોલ્સ ચર્ચા થઈ રહી છે અને નાનાથી લઈને મોટાઓમાં પણ આ લાબૂબૂ ડોલ્સને લઈને એક અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
રક્ષાબંધન નિમિત્તે આ વખતે રાખડીઓના નવા વેરિએશનમાં લાબૂબૂ ડોલ્સ પણ જોવા મળી રહી છે. લાબૂબૂ એ ધ માસ્ટર્સ વિયેટનામી ડિજિટલ આર્ટ બ્રાન્ડમાં એક લોકપ્રિય કેરેક્ટર છે. નાનકડું શરીર, મોટી આંખો, ચહેરા પરના વિચિત્ર હાવભાવવાળી આ ડોલ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. બોલીવૂડ સેલેબ્સથી લઈને આમ આદમી વચ્ચે પણ આ ડોલ લોકપ્રિય થઈ રહી છે.
આપણ વાંચો: Isha Ambaniને રક્ષા બંધન પર આટલી મોંઘી ગિફ્ટ આપે છે Akash-Anant Ambani, કિંમત એટલી કે…
શરૂઆતમાં ટોયઝ અને એનિમેટેડ વીડિયોના માધ્યમથી લાઈમલાઈટમાં આવેલી આ લાબૂબૂ ડોલ હવે સોશિયલ મીડિયા પર સ્ટિકર્સ, રીલ્સ અને જીઆઈએફના માધ્યમથી દુનિયાભરમાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. એમાં પણ ખાસ કરીને ટીન એજર્સ અને યુવાપેઢીમાં લાબૂબૂનો ક્રેઝ જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા અને એમાં પણ ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર પણ લાબૂબૂ ડોલને મળેલો પ્રતિસાદ જોતા આ વખતે અને રાખડી બનાવનારા ઉત્પાદકોએ આ વખતે લાબૂબૂ ડોલની રાખડી પણ તૈયાર કરીને બજારમાં રજૂ કરી છે.
આપણ વાંચો: રક્ષા બંધનના દિવસથી રાજ્યમાં ‘લાડકી બહેન’ યોજનાના શ્રી ગણેશ
મુંબઈ, નવી મુંબઈની બજારમાં મોટી સંખ્યામાં આ રાખડીઓ જોવા મળી રહી છે જેની કિંમત 200 રૂપિયાથી લઈને 350 રૂપિયા જેટલી છે. આ સિવાય પારંપારિક, ચમકીલી, કુંદન, મોરપીંછ અને મોતીની રાખડીઓ તો બજારમાં ધૂમ વેચાઈ રહી છે.
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમને સમર્પિત હોય તો પણ આજના સમયમાં ટ્રેન્ડ અને સોશિયલ મીડિયા પ્રેઝેન્સ પણ આ તહેવારની રંગત વધારવામાં મહત્ત્વનો રોલ નિભાવી રહ્યા છે.
આને કારણે બહેન જ્યારે ભાઈને રાખડી બાંધીને તેનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે ત્યારે ભાઈના કાંડે બંધાયેલી રાખડી કેટલી યુનિક છે એની તરફ લોકોનું ખાસ ધ્યાન હોય છે.
આ પરિસ્થિતિમાં લાબૂબૂ ડોલની રાખડી એ માત્ર ડિઝાઈન નહીં પણ એક ટ્રેન્ડ સ્ટેટમેન્ટ બની ચૂકી છે. તહેવારોનું પારંપારિક મહત્ત્વ જાળવીને નવા સમય સાથે આગળ વધવાનો પ્રયાસ આમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.