સ્પેશિયલ ફિચર્સ

આ વખતે શરદ પૂર્ણિમા પર ખીરનો આનંદ માણી શકાશે નહીં જાણો કારણ..

આસો મહિનાની પૂર્ણિમા તિથિને શરદ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2023 માં, 28 ઓક્ટોબર, 2023, શનિવારના રોજ શરદ પૂર્ણિમાં ઉજવવામાં આવશે. 9 વર્ષ પછી આ તહેવાર ચંદ્રગ્રહણની છાયામાં ઉજવવામાં આવશે, જેના કારણે પૂર્ણ ચંદ્રનું તેજ થોડું ઓછું થઈ જશે. જો કે ચંદ્રગ્રહણ મધ્યરાત્રિએ થશે, પરંતુ સુતકનો સમયગાળો બપોરે શરૂ થશે. જેના કારણે પૂર્ણિમાની પૂજા બપોરના સમયે જ થશે કારણ કે સુતક કાળમાં પૂજા કરવાની મનાઈ છે.

માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે આકાશમાંથી અમૃત વર્ષા થાય છે. આ કારણથી પૂર્ણિમાના દિવસે ખીર તૈયાર કરીને ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવે છે અને પછી તેનું સેવન કરવામાં આવે છે. આ વખતે 2023 માં, લોકો અમૃત સમાન ખીરને માણી શકશે નહીં. આવી સ્થિતિમાં, તમે ગ્રહણ સમાપ્ત થયા પછી જ ખીર બનાવી શકશો.

આ વખતે ઓક્ટોબર મહિનામાં બે તહેવારો પર ગ્રહણનો પડછાયો પડવાનો છે. સૌપ્રથમ, 14 ઓક્ટોબરે સર્વપિતૃમોક્ષ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થશે, જે ભારતમાં દેખાશે નહીં. બીજી તરફ, શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થશે, જે ભારતમાં દેખાશે. આ દરમિયાન રાત્રે મંદિરોના દરવાજા બંધ રહેશે, મંદિરોમાં ભજન અને કીર્તન થશે પરંતુ ખીર ચઢાવવામાં આવશે નહીં. જ્યોતિષના જણાવ્યા અનુસાર ચંદ્રગ્રહણના કારણે અનેક મંદિરોમાં શરદોત્સવનો તહેવાર એક દિવસ વહેલો ઉજવવામાં આવશે.

વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ રવિવાર, 29 ઓક્ટોબર, 2023 ના રોજ થશે. ચંદ્રગ્રહણ સવારે 01:06 વાગ્યે શરૂ થશે અને 2:22 વાગ્યે સમાપ્ત થશે. તેનું સુતક 28મી ઓક્ટોબરે સાંજે 4.05 કલાકથી શરૂ થશે. ભારતમાં આ ગ્રહણનો કુલ સમયગાળો 1 કલાક 16 મિનિટનો રહેશે. જેના કારણે ના તો દેવી-દેવતાઓની પૂજા થશે અને ન તો ખીર ચઢાવવામાં આવશે.

જ્યોતિષીઓ અનુસાર, 2014માં શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થયું હતું પરંતુ ભારતમાં તેની કોઈ અસર થઈ ન હતી. વર્ષ 2023માં ચંદ્રગ્રહણ અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિ પર થશે. ગ્રહણ ઉત્તર-પૂર્વ ખૂણાથી શરૂ થશે અને તેનો મોક્ષ ચંદ્રના અગ્નિ ખૂણા પર થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે? મહારાષ્ટ્રનો ગરીબ જિલ્લો કયો? Mahashivratriએ શિવલિંગ પર શું ચડાવશો? અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીની શરૂ થઇ અન્ન સેવાથી