26 રૂપિયામાં 28 દિવસ માટે રોજના 2GB Data Offer કરી રહી છે આ ટેલિકોમ કંપની…
મોબાઈલ ફોન (Mobile Phone) એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે અને વિવિધ ટેલિકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકોને લલચાવવા માટે અલગ અલગ પ્રકારના સસ્તા તેમ જ લોભામણા ડેટા પ્લાન્સ રજૂ કરતી હોય છે. આજે અમે અહીં તમારા માટે આવા જ એક સસ્તા ડેટા પ્લાનની માહિતી લઈને આવ્યા છીએ. આ સસ્તું ડેટા પ્લાન છે Reliance Jioનો.
રિલાયન્સ જિયોનું યુઝરબેઝ સૌથી ટેલિકોમ માર્કેટમાં સૌથી મોટું યુઝરબેઝ છે. કંપનીએ હાલમાં જ ઘણા બધા પ્રિ-પેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) ઓફર કરી રહ્યા છે અને એમાંથી કેટલાક પ્લાન તો ખૂબ જ સારા છે. આવો જ એક પ્લાન છે 26 રૂપિયાનો. આ પ્લાનમાં કંપની પૂરા 28 દિવસ માટે ડેટા બેનેફિટ આપી રહી છે.
આ પણ વાંચો: આ કારણે મોબાઈલ ફોનને કવર નથી લગાડતા Elon Musk, Mark Zuckerberg, તમે પણ જાણી લો તો ફાયદામાં રહેશો…
Reliance Jioનો રૂપિયા 26નો પ્રીપેડ રિચાર્જ પ્લાન વાસ્તવમાં JioPhone એડ-ઓન રિચાર્જ પ્લાન છે અને આ પ્લાન સાથે રિચાર્જ કરાવવાના કિસ્સામાં કંપની દ્વારા મર્યાદિત સમય માટે ડેટા બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં આપવામાં આવતા બેનેફિટ્સ વિશે વાત કરીએ તો તેમાં કોલિંગ (Calling) અને એસએમએસ (SMS)નો સમાવેશ નથી થઈ રહ્યા.
26 રૂપિયાના પ્લાન સાથે રિચાર્જ કરવાના કિસ્સામાં યુઝર્સને કુલ 2GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ડેટા 28 દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ છે. આ પ્લાન એવા સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપયોગી છે કે જેઓ ઓછો ડેટા વાપરે છે અથવા JioPhoneનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: Sara Ali Khan પોતાના મોબાઈલ ફોનમાં છુપાવી રાખી છે આ ત્રણ ખાસ વસ્તુઓ…
આ પ્લાનનો ઉપયોગ કોઈપણ હાલના JioPhone રિચાર્જ પ્લાન સાથે ટોપ-અપ તરીકે કરી શકાય છે. આ પ્લાન Jioના અન્ય પ્રી-પેડ રિચાર્જ પ્લાન કરતાં ઘણો સસ્તો છે. જો તમે ઓછા ડેટાનો ઉપયોગ કરો છો અને 28 દિવસની વેલિડિટી ધરાવતો પ્લાન ખરીદવા ઈચ્છો છો, તો આ પ્લાન તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
જો તમારી પાસે JioPhone નથી, પરંતુ આવા બેનેફિટ્સ સાથે પ્લાન સાથે રિચાર્જ કરવા માંગો છો, તો આ માટે તમારે 155 રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. આ પ્લાન એવા યુઝર્સને અમે ઉપર જણાવ્યા એ લાભ આપે છે જેઓ JioPhone નો ઉપયોગ કરતા નથી. આ માત્ર ડેટા પ્લાનમાં પણ 28 દિવસની વેલિડિટી સાથે 2GB કુલ ડેટા ઓફર આવી રહ્યો છે.