ભારતની આ નદીમાં છે સૌથી વધારે છે ડોલ્ફિન, ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો સર્વે

Dolphins : ડોલ્ફિન સાથે તમે માણસોને અનેક વખત રમતા જોયા હશે, જેના ઢગલો વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહે છે. ડોલ્ફિન મોટા ભાગે પરિવારની જેમ એકસાથે જ રહેતી હોય છે. ભારતની વાત કરવામાં આવે તો, ગંગા નદીમાં ડોલ્ફિન જોવા મળે છે, જેને ગંગા ડોલ્ફિન કહેવાય છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતની નદીઓમાં કેટલી ડોલ્ફિન છે? થોડ સમય પહેલા જ એક સર્વે કરવામાં આવ્યો જેમાં નદીઓમાં કેટલી ડોલ્ફિન છે તેની ગણતરી કરવામાં આવી હતી.
ભારતની નદીઓમાં કુલ 6327 ડોલ્ફિન છેઃ સર્વે
ભારતમાં મુખ્યત્વે ગંગા ડોલ્ફિન અને સિંધુ ડોલ્ફિન એમ બે પ્રજાતિની ડોલ્ફિન મળી આવે છે. આકંડાની વાત કરવામાં આવે તો, ભારતની નદીઓમાં કુલ 6327 ડોલ્ફિન છે. જેમાં મોટાભાગની ડોલ્ફિન ગંગા નદીમાં જોવા મળે છે. વર્ષ 2021 અને 2023 ની વચ્ચે ગંગા અને બ્રહ્મપુત્રાની વચ્ચે આશરે 8,406 કિલોમીટરના લાંબા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો. આમાં ગંગા અને બ્રહ્મપુત્રાની સહાયક નદીઓને પણ સર્વેમાં સામેલ કરવામાં આવી હતી. જેમાં રાપ્તી, ઘાઘરા, ચંબલ, યમુના, શારદા, ગેરૂઆ, તોરસા, ચૂણી, કોસી, મહાનંદા, ગંડક, રૂપનારાયણી અને કાલજાની નદીઓ સામેલ છે.
ગંગા નદીમાં કુલ 3,275 ડોલ્ફિન મળી આવી છે
આ સિવાય વ્યાસ નદીનો 101 કિમો લાંબો હિસ્સોમાં પણ સર્વેમાં સામેલ છે. આ સર્વે પ્રમાણે ભારતમાં 6,324 ડોલ્ફિન છે, જેમાંથી 3,275 ડોલ્ફિન ગંગા નદીમાં છે, જ્યારે બાકીની 2,414 ડોલ્ફિન ગંગાની સહાયક નદીઓમાં જોવા મળી છે. બ્રહ્મપુત્રા નદીના મુખ્ય પ્રવાહમાં પણ 584 ડોલ્ફિન મળી આવી છે. ડોલ્ફિન દરિયાની સાથે સાથે નદીઓમાં પણ જોવા મળે છે. ભારતની નદીઓમાં કુલ 6,324 ડોલ્ફિન હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો…હોળી અને લોંગ વિકેન્ડ માટે હોટેલ્સ ફૂલ, આ શહેરમાં હોટેલ રેટ રૂ.45,000 ને પાર પહોંચ્યા
સરકાર દ્વારા કુલ 28 નદીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું
ડોલ્ફિનનો અંદાજ કાઢવા માટે બોટ દ્વારા કુલ 28 નદીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 30 નદીઓના વિભાગોને માર્ગ દ્વારા મેપ કરવામાં આવ્યા હતા. હવે રાજ્યોની વાત કરવામાં આવે તો, ઉત્તર પ્રદેશમાં 2397, બિહારમાં 2220, ઝારખંડમાં 162, રાજસ્થાનાં 95, મધ્ય પ્રદેશાં 95, પશ્ચિમ બંગાળમાં 815, આસામમાં 635 અને પંજાબમાં 3 ડોલ્ફિન મળી આવી છે.