સ્પેશિયલ ફિચર્સ

1928માં આવો દેખાતો હતો પાસપોર્ટ, તમે પણ જોઈ લો…

આજે આપણી લાઈફસ્ટાઈલ ભલે ખૂબ જ સરળ બની ગઈ છે અને આપણે આપણને જે જોઈએ તે બધું ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. પરંતુ તેમ છતાં પણ મનમાં એક સવાલ તો ચોક્કસ જ હોય જ છે કે અત્યારે ભલે પરિસ્થિતિ આવી છે પણ જૂના જમાનામાં પરિસ્થિતી કેવી હશે? આ જ કારણ છે કે ઈન્ટરનેટ પર કોઈ પણ જૂના જમાનાના ફોટો કે સ્થિતિ વ્યક્ત કરતી વાતો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે. હાલમાં આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ પૂરાના દિવસોની યાદોમાં ખોવાઈ જશો. આવો જોઈએ શું છે આ ફોટો…

પાસપોર્ટ આજના સમયનો સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે આજથી 95 વર્ષ પહેલાં આપણો આ મહત્ત્વનો દસ્તાવેજ કેવો દેખાતો હતો? નહીં ને તો આજે અમે તમારા માટે આવો જ એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યો છે કે બ્રિટીશ રાજમાં પાસપોર્ટ કેવો દેખાતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતને 1947માં આઝાદી મળી હતી, પરંતુ એ પહેલાં ભારત બ્રિટિશરોનું રાજ હતું. આવી પરિસ્થિતીમાં તમામ જરૂરી દસ્તાવેજો બ્રિટીશ સરકાર દ્વારા જારી કરવામાં આવતા હતા.

વાઈરલ થઈ રહેલાં આ પાસપોર્ટમાં તમે જોઈ શકો છો કે પાસપોર્ટ પર બ્રિટીશ ઈન્ડિયન પાસપોર્ટ પર લખ્યું છે કે બ્રિટીશ સરકારનું લોગો બનાવવામાં આવ્યો છે. વાઈરલ થઈ રહેલી તસવીરમાં પાસપોર્ટ 1928માં એક વ્યક્તિને ઈશ્યુ કરવામાં આવ્યો હતો જે બ્રિટીશ સરકારમાં ક્લર્કની નોકરી કરતો હતો અને તેનું નામ સૈય્યદ મોહમ્મદ ખલીલ રહેમાન શાહ છે. પાસપોર્ટ પર આ વ્યક્તિનો ફોટો પણ લગાવેલો છે. જેને જોઈને એનો અંદાજો પણ લગાવી શકાય છે કે એ સમયે લોકો કેવા કપડાં પહેરતાં હતા.

અહીંયા તમારી જાણ માટે કે આ ફોટો vintage.passport.collector નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button