સ્પેશિયલ ફિચર્સ

આવી રીતે નેગેટિવ લોકોને ઓળખો અને તેમનાથી દૂર રહો

આપણે વડીલોને કહેતા સાંભળ્યા છે કે નકારાત્મક લોકોથી દૂર રહેવું જોઈએ. નકારાત્મક લોકો તમારા પર ઊંડી અસર કરે છે. આ લેખમાં આ લોકોને કેવી રીતે ઓળખવા અને તેમનાથી અંતર જાળવવું તે જાણો.

નકારાત્મક લોકો ઘણીવાર તેમના વિચારો અને વર્તન દ્વારા તેમની આસપાસના લોકોના જીવનમાં નકારાત્મકતા ફેલાવે છે. જ્યારે પણ તે કોઈની સાથે હોય છે ત્યારે તેઓ બીજાની ફરિયાદ કરતા રહે છે અને બીજાની ખામીઓ શોધતા રહે છે. તેઓ ખુશખુશાલ લોકોની ઇર્ષ્યા કરે છે. જ્યારે પણ તેઓ વાત કરે છે ત્યારે ફક્તને ફક્ત નેગેટિવ જ બોલે છે. તેઓ બીજાની ટીકા કરતા પણ થાકતા નથી. તેઓ ઘણીવાર અન્ય લોકો પર દોષારોપણ અને ટીકા કરે છે. આવા લોકોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમે તેમની સાથે વાત કરો છો ત્યારે તમે તણાવ અનુભવો છો. જો તમને પણ આવો કોઇ અનુભવ થાય છે તો તમારે આવી વ્યક્તિથી દૂર થઇ જવું જોઇએ.

આ પણ વાંચો: ક્લોઝ અપ : મિજાજી લાગતા પોલીસ પણ ધરાવે છે આગવી વિનોદવૃત્તિ!

નકારાત્મક લોકોને ઓળખવા માટે, પહેલા તેમના વર્તન પર ધ્યાન આપો. નેગેટિવ લોકોને ઓળખ્યા પછી પણ તેમનાથી દૂર રહેવું ખૂબ મુશ્કેલ છે. તેમનાથી દૂર રહેવા માટે સૌથી પહેલા ના કહેવાની ટેવ પાડો. તમે તેમની સાથે તમારી પોતાની સીમાઓ પણ સેટ કરી શકો છો. જ્યારે પણ તમે નકારાત્મક લોકો સાથે હોવ ત્યારે વાતચીતનો વિષય બદલો. કોઈની પણ ફરિયાદ ન કરો. જ્યારે પણ નકારાત્મક વ્યક્તિ કોઇ બાબતે તમને પ્રતિક્રિયા આપવાનું કહે તો સંયમિત પ્રતિક્રિયા આપો. કોઇ નેગેટિવ વાત નહીં કરો. એને શાંત કરવાની કોશિશ કરો. જ્યારે પણ તમે તમારી કંપની પસંદ કરો ત્યારે હંમેશા હકારાત્મક કંપનીને પ્રથમ પ્રાધાન્ય આપો. તમે કોની કંપનીમાં કે કોની સાથે રહો છો તે ઘણું મહત્વનું છે. નકારાત્મક વ્યક્તિ સાથે તમારો સમય અને શક્તિ નહીં વેડફો. તમારું ધ્યાન સારી બાબતો પર કેન્દ્રીત કરો. પોઝિટિવ બાબતોની ચર્ચામાં જોડાઓ. તમને ગમતી લેખન, વાંચન, યોગા, ગાયન જેવી પ્રવૃતિઓ કરો

જ્યારે કોઇ વ્યક્તિની નકારાત્મક્તા સહન કરવી અસહ્ય બની જાય ત્યારે તે વ્યક્તિને અવગણો. તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ બનાવવાની કોશિશ કરો. લોકો સાથે પ્રેમપૂર્વક વાત કરો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button