નેશનલસ્પેશિયલ ફિચર્સ

આ ઔષધિ તમારા દરેક રોગોનો કરશે જડમૂળથી નાશ…

આપણી તંદુરસ્તીમાં કુદરત મહત્વનો ભાગ ભજવે છે. કુદરતે આપણને એક એકતી ચડે તેવી ઘણી ઔષધિઓ આપી છે, જે આપણા માટે સંજીવનીથી ઓછી નથી. આજે આપણે એવી જ એક દવા વિશે વાત કરીશું, જે દરેક માટે આશીર્વાદરૂપ છે. આ દવાનું નામ હરસિંગર છે. તેને આપણે પારિજાત પણ કહીએ છીએ. આ દવા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સાયટિકા જેવા એકદમ જૂના રોગ સહિત વિવિધ પ્રકારના તાવને પણ મટાડે છે. તેના ફૂલો પણ ખૂબ જ સુગંધિત હોય છે.

મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે હરસિંગર ઔષધીય ગુણોથી ભરપૂર છે. હરસિંગરના પાંદડા અને છાલ પણ એટલા જ ઉપયોગી છે. તે તમામ રોગોને મૂળમાંથી દૂર કરવામાં સફળ સાબિત થયા છે. ઘરના આંગણામાં આ વૃક્ષ વાવવામાં આવે છે તે ઘરની આસપાસનું વાતાવરણ પણ સુગંધિત બનાવે છે. આ હરસિંગરને એન્ટિપ્રાયરેટિક એટલે કે તમારા શરીરમાં એક એવા એન્ટીબોડી તૈયાર કરે છે જે તમામ પ્રકારના વાઇરસ સાથે લડવા માટે સક્ષમ છે.

ડૉ જણાવે છે કે આ ઔષધિના 13 પાંદડા લઇને સારી રીતે ધોઈ લો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધો ગ્લાસ થઈ જાય તો તેને ગાળીને પીવાથી તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, સાયટિકા, શ્વાસ અને સાંધાના દુખાવા જેવા તમામ જૂના રોગો સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. આ દવા સ્વસ્થ લોકો માટે અમૃત અને દર્દીઓ માટે વરદાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button