દિવાળી પહેલા ગ્રહોની ચાલમાં મોટા ફેરફાર થઇ રહ્યા છે, જે અનેક રાશિઓના જીવનમાં ઉથલપાથલ મચાવશે. 30 ઑક્ટોબરે છાયા ગ્રહ રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરશે, જેના આગળના દિવસે એટલે કે 29 ઑક્ટોબરે ચંદ્રગ્રહણ લાગશે. તેના ચાર દિવસ બાદ એટલે કે 4 નવેમ્બરે શનિ કુંભ રાશિમાં માર્ગી થશે. શનિને કર્મનું ફળ આપતો ગ્રહ કહેવામાં આવે છે. ગ્રહોની આ ચાલની કઇ રાશિઓ પર અસર થશે તે આપણે જાણીશું.
મેષઃ આ રાશિના જાતકોને અંગત જીવનની સાથે સાથે વ્યવસાયિક જીવનમાં પણ અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારા પૈસા પાણીની જેમ ખર્ચાઇ જશે. પૈસા સંબંધિત મામલાઓમાં કોઇ પણ નિર્ણય લેતા પહેલા તમારે કાળજીપૂર્વક વિચાર કરવાની જરૂર છે નહીં તો નુક્સાનીનો વારો આવશે. વૈવાહિક જીવન પર અસર પડી શકે છે. પરિવારના સભ્ય સાથેના સંબંધો બગડી શકે છે, તેથી સાવચેતી રાખી જીવન વ્યવહારના કાર્યો કરવા.
કર્ક રાશિઃ તમારા અંગત જીવનમાં ઘણા કારણસર તણાવ વધી શકે છે. તમે કરેલી બચત બિનજરૂરી ખર્ચમાં વપરાઇ જશે. દેવુ વધી શકે છે. કોઇને ઉધાર આપવાનું ટાળજો નહીં તો તમારા પૈસા જતા રહેશે. જીવનસાથીની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ તમને પરેશાન કરી શકે છે. તમારા વૈવાહિક જીવનમાં પણ વિવાદ ઊભો થઇ શકે છે. તમને તમારી મિલકતનો યોગ્ય હિસાબ રાખવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ રાશિઃ કોઇ પણ કાર્યમાં મહેનત કર્યા બાદ પણ ધાર્યુ પરિણામ નહીં મળે. વ્યવસાયિક જીવનમાં કેટલાક ફેરફારો થઇ શકે છે. સમજી વિચારીને નિર્ણય લેવો આવશ્યક છે. અકસ્માતનો શિકાર બનવાના ચાન્સીસ છે, તેથી પ્રવાસમાં સાવચેતી રાખવી. ધીરજ સાથે બધા કામ કરો અને સમયનો સામનો કરશો તો ફાયદામાં રહેશો.
વૃશ્ચિક રાશિઃ આ રાશિવાળાઓએ તેમના સ્વાસ્થ્ય પર મહત્તમ ધ્યાન આપવાની જરૂર છે. કોઇ નવા પ્રોજેક્ટ કે ડીલ પર કામ નહીં કરવાની સલાહ છે. પરિણામ તમારી ઇચ્છા મુજબ નહીં આવે. નાણાકીય બાબતોમાં તમને મોટુ નુક્સાન થઇ શકે છે. વેપારમાં ધાર્યો લાભ નહીં મળે. જીવનસાથઈ સાથે વિવાદ થવાની શક્યતા છે. તમારા પાર્ટનર સાથે કોઇ પણ મુદ્દે ખુલીને વાત કરશો તો સારું છે.
મીન રાશિઃ તમારા જીવનમાં સમસ્યા વધી શકે છે. પરિવારના સભ્યો સાથે કડવાશ ઊભી થવાના સંજોગો છે. તમે જે બોલો છો એનાથી તમને જ નુક્સાન થવાના ચાન્સીસ છે. પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. બિનજરૂરી ખર્ચને કારણે મહત્વના કાર્યો અટવાઇ પડે. વેપારીઓના નાણા અટવાઇ જાય, જેને કારણે ભાગીદારો સાથે વિવાદ થાય. આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને