સ્પેશિયલ ફિચર્સ

આ મર્દાનીઓએ એવો તો પાઠ ભાણાવ્યો કે જિંદગીભર હોળી નહીં રમે આ બદમાશોઃ જૂઓ વીડિયો

હોળી અને ધૂળેટી પ્રેમ અને ભાઈચારાના પ્રતીક છે. ધૂળેટીના દિવસે રંગોથી રમવાનો રિવાજ છે અને કોઈને પણ રંગ ઉડાડી કહેવાય છે કે બુરા ન માનો હોલી હૈ…પણ તે રંગે રંગવાની એક મર્યાદા અને તેનું એક શિસ્ત હોય છે. આ રંગો તમે તમારા પરિચિતોને લગાવો તો બરાબર છે, પરંતુ ગમે તે આવતા જતાને રંગી નાખવાની પરવાનગી પરંપરાઓ પણ નથી આપતી અને પોલીસ પણ નહીં. પણ અમુકના ભેજામાં આ વાત ઘુસતી નથી અને હોળીના દિવસે જાણે કોઈની સાથે ગમે તેવો વ્યવહાર કરવાની છૂટ મળી જાય છે તેમ આવા બદમાશો માને છે ત્યારે તેમની ધોકાવારી કરતી મહિલાઓનો એક વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયો નેહા સોનીપતના સોશિયલ મીડિયા અકાઉન્ટ હેન્ડલ પર પોસ્ટ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તે જતી છોકરીઓને રંગ લગાડી છેડતા યુવાનો પર મહિલાઓ રીતસરનો હુમલો કરી દે છે. જે હાથમાં આવે તેનાથી મારે છે અને રીતસરની ધોલાઈ કરી નાખે છે. તેમની મદદે એક બીજો યુવાન આવે છે અને બદમાશોએ દોડીને ભાગવું પડે છે.

Read This…Amritsar: ઠાકુરદ્વારા મંદિર પર થયેલા હુમલા મુદ્દે મુખ્ય પ્રધાને આપ્યું નિવેદન

નેટીઝન્સ આના પર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક કહે છે કે આ લોકો હવે જીવનમાં ક્યારેય હોળી નહીં મનાવે. તો બીજો કહી રહ્યો છે કે હું ઘરેથી હોળી રમવા નીકળ્યો હતો વીડિયો જોઈ પાચો વળી ગયો. તમે પણ જૂઓ વીડિયો અને કરો કોમેન્ટસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button