અમદાવાદસ્પેશિયલ ફિચર્સ

આવતીકાલે રેલવેના કામકાજને લીધે આ ટ્રેનોને થશે અસરઃ જાણી લો

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 પર રિ-ગર્ડરિંગ કામ માટે 11 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. આ કામને લીધે ઘણી ટ્રેનોને અસર થઈ છે. અમુકના રૂટ કે ટાઈમટેબલ તો અમુક ટ્રેન રદી થઈ છે. આથી જો તમે પ્રવાસ કરવાના હો તો તમારી માટે આ મહત્વના સમાચાર છે.

સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેન

  • 11 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 19036 મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.
  • 11 જૂન 2025ની ટ્રેન સંખ્યા 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

  • 11 જૂન 2025 ની ટ્રેનસંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રિશિડયુલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો

1 . 11 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 30 મિનિટ રિશિડયુલ રેહશે.
2 . 11 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 16533 ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ રેહશે
3. 11 જૂન 2025 ની ટ્રેનસંખ્યા 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રેહશે.
4. 11 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ રેહશે.

આપણ વાંચો:  વિજય માલ્યાના બેંકોને નાણાં ચુકવણીના દાવા પાયાવિહોણા, સરકારે કહ્યું હજુ 7000 કરોડની વસૂલાત બાકી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button