વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

વોટ્સએપ પર આવી ગયા છે આ ત્રણ ધાસ્સુ ફીચર, જાણશો તો ઉછળી પડશો…

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ સ્માર્ટફોન યુઝ કરે છે અને લગભગ દરેક વ્યક્તિ સ્માર્ટફોન પણ યુઝ કરે છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ માટે વોટ્સએપ આજના તારીખની સૌથી સુવિધાજનક એપ્લિકેશન બની ગઈ છે. પોતાના યુઝર્સના એક્સપિરિયન્સને વધારે સારો બનાવવા માટે કંપની દર થોડાક સમય નવા નવા ફીચર્સ લાવે જ છે. ગયા વર્ષે વોટ્સએપ દ્વારા ચેનલ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારથી સતત કંઈકને કંઈક નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે. હવે વોટ્સએપ દ્વારા ચેનલ યુઝર્સ માટે એક સાતે ત્રણ નવા ફિચર્સ લોન્ચ કર્યા છે.

તમારી જાણ માટે વોટ્સએપ ચેનલમાં તમે તમારા મનપસંદ સેલેબ્સ, કંપની કે પછી નોન પર્સનના પેજને ફોલો કરી શકો છો. આ ફીચર એ જ રીતે કામ કરે છે જે રીતે ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર કામ કરે છે. તમે કોઈ ચેનલ પેજ ફોલો કરીને એની ડેઈલી એક્ટિવિટી વિશે જાણીને પોતાની જાતને અપડેટ રાખી શકો છો. વોટ્સએપ ચેનલની સૌથી ખાસ વાત એ છે તમે અહીં કોઈને પણ તેના વોટ્સએપ નંબર વગર પણ જોડાઈ શકો છો.


જો તમે પણ વોટ્સએપ ચેનલનો ઉપયોગ કરો છો તો તમને એક મજેદાર અનુભવ થવાનો છે. કંપની દ્વારા હવે આમાં ત્રણ નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફીચર્સમાં વોઈસ મેસેજ, પોલ્સ અને શેર ટુ સ્ટેટસ જેવા ફીચરનો સમાવેશ થાય છે અને એની સાથે એક બીજું એ પણ ફીચર આપ્યું છે જે એડમિન સેક્શન સાથે જોડાયેલું છે.
તમારી જાણ માટે કે વોટ્સએપ ચેનલમાં એડ કરવામાં આવેલા નવા ફીચર્સની જાહેરાત મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કરી હતી. વોઈસ મેસેજ ફીચર્સમાં હવે ચેનલ ઓનર્સ વોઈસની માધ્યમથી લોકો સાથે કનેક્ટ કરી શકે છે. અત્યાર સુધી યુઝર્સ પોલ્સને ખાલી વોટ્સએપ પર જ ફ્રેન્ડ્સ સાથે શેર કરરી શકતા હતા, પણ યુઝર્સ હવે એને ચેનલ પર પણ શેર કરી શકશે. આ ફીચર્સ આવ્યા બાદ ચેનલ ક્રિયેટર્સ કોઈ પણ ટોપિક પર સૌથી વધુ લોકોની રાય લઈ શકશે.


નવા મલ્ટિમીડિયા ફીચરમાં હવે ચેનલ ક્રિયેટર્સ પોતાના મલ્ટિ મીડિયા મેસેજ સીધા સ્ટેટસમાં શેર કરી શકશે. એટલું જ નહીં પણ આ ફીચરની મદદથી તમે તમારા ફેવરેટ સેલેબ્સની ડેઈલી એક્ટિવિટીને સ્ટેટસના માધ્યથી પોતાના મિત્રો અને ફેમિલી સાથે શેર કરી શકશે. કંરનીએહવે યુઝર્સને મલ્ટી એડમિનનું ફીચર પણ આપ્યું છે અને આને કારણે ક્રિયેટર્સ ચેનલ પર એકથી વધુ એડમિન બનાવી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button