સ્પેશિયલ ફિચર્સ

આ લોકોએ નથી ભરવો પડતો ટોલ ટેક્સ, જોઈ લો કોને મળે છે આ ખાસ સુવિધા…

હેડિંગ વાંચીને તમે પણ જો ગૂંચવણમાં પડી ગયા હોવ અને વિચારી રહ્યા હોવ કે આખરે કોણ છે એ મહાનુભાવો કે જેમને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે તો એના માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચવી પડશે. ટોલ ટેક્સ એ ભારતીય અર્થવ્યવસ્થાના મુળભૂત ઢાંચાના વિકાસ અને સારસંભાળનું એક મહત્ત્વનો હિસ્સો છે. હાલમાં ટોલ કલેક્શનમાં પારદર્શકતા અને દક્ષતાને વધારવા માટે અલગ અલગ આધુનિક ઉપાયો અમલમાં મૂકવામાં આવ્યા છે.

દેશમાં રસ્તાનો ઉપયોગ કરનારા તમામ વ્યક્તિ પર સમાનરૂપે ટેક્સ લગાવવામાં આવે એ વાતની તકેદારી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા રાખવામાં આવી છે. પરંતુ તેમ છતાં કેટલાક એવા લોકો છે કે જેમને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. આવો જોઈએ કે આખરે કોણ છે આ લોકો કે જેમને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે-

આપણ વાંચો: દેશમાં હાઇ-વે અને એક્સપ્રેસ-વે પર સફર થઇ મોંઘીઃ ટોલ ટેક્સમાં આટલા ટકાનો વધારો

ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હોય એવા લોકોમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા, લોકસભાના અધ્યક્ષ, રાજ્યોના રાજ્યપાલ, રાજ્યોના મુખ્ય પ્રધાન, હાઈ કોર્ટના જજ, સાંસદો, રાજ્યોની વિધાન પરિષદના સદસ્ય, વિધાન સભ્યોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યોના નેતાઓને આ ટોલ ટેક્સમાંથી રાહત એમના સંબંધિત રાજ્યોમાં જ આપવામાં આવે છે.

આ સિવાય ભારત સરકારના સચિવ, લોકસભાના સચિવ, રાજ્યસભાના સચિવ, આર્મી, નેવી અને એરફોર્સના ચીફ ઓફ સ્ટાફ, કમાંડ ક્ષેત્રના કમાંડર, રાજ્યના મુખ્ય સચિવ, રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદના સચિવને પણ ટોલ ટેક્સમાંથી રાહત આપવામાં આવે છે.

આપણ વાંચો: ગુજરાતમાં પ્રવાસ મોંઘો થશે, પહેલી એપ્રિલથી ટોલ ટેક્સમાં આટલો વધારો થશે

ઓન ડ્યુટી આવી જઈ રહેલાં રક્ષા મંત્રાલયના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સહિત ઈમર્જન્સી સર્વિસ જેવી કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, શબ વાહિનીઓને પણ ટોલ નથી ચૂકવવો પડતો. મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં માન્યતા પ્રાપ્ત પત્રકારોને પણ ટોલમાંથી છૂટ આપવામાં આવી છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ટુવ્હીલરચાલકોને પણ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button