નેશનલસ્પેશિયલ ફિચર્સ

1st Aprilથી બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો, નહીંતર…

માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે અને એની સાથે સાથે જ 2023-2024નું આર્થિક વર્ષ પણ પૂરું થવા જઈ રહ્યું છે. પહેલી એપ્રિલથી 2024-2025નું નવું આર્થિક વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આ નવા આર્થિક વર્ષમાં આર્થિક વ્યવહાર સંબંધિત કેટલાક મહત્વના નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જેના વિશે આપણે અહીં આજે વાત કરવાના છીએ.
બદલાઈ રહેલાં આ નિયમોમાં ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમથી લઈને NPS સુધીના વિવિધ નિયમોનો સમાવેશ થઈ રહ્યો છે. આવો જોઈએ આવતા મહિનાથી કયા કયા નિયમો બદલાઈ રહ્યા છે, જેની સીધે સીધી અસર તમારા ખિસ્સા પર જોવા મળશે.

NPS માટે આવશે નવા નિયમો
Penssion Fund Regulatory And Development Authority (PFRDA) NPS રોકાણકારોને સાયબર ફ્રોડથી બચાવવા માટે ટુ સ્ટેપ વેરીફીકેશન સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યું છે. આ નવા નિયમ પ્રમાણે હવે ટુ સ્ટેપ વેરીફીકેશન જરૂરી બની જશે અને આ નવો નિયમ પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

SBI Credit Cardમાં થશે આ મહત્વનો ફેરફાર…
SBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અમુક વિશેષ ક્રેડિટ કાર્ડથી ભાડું કે પેમેન્ટ કરતાં આપવામાં આવતા રીવોર્ડ પોઈન્ટ હવે બંધ કરવામાં આવશે. જેમાં AURUM, SBI Card Elite, SBI Card Elite Advantage, SBI કાર્ડ પલ્સનો સમાવેશ થાય છે.

Ola Money Wallet
OLA Money દ્વારા જણાવવામાં આવ્યું છે કે પહેલી એપ્રિલ, 2204થી દર મહિને 10,000 રૂપિયાનું મીનીમમ વોલેટ લોડ લિમિટ સાથે પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વોલેટ સેવામાં સ્વીચ કરવામાં આવશે. કંપનીએ એસએમએસ મોકલીને આની જાણ ગ્રાહકોને કરવામાં આવી છે.

ICICI બેન્ક લાઉન્જ એન્ટ્રી
એરપોર્ટ પર આવેલી લાઉન્જમાં ફ્રી એન્ટ્રી મેળવવા માટેના નિયમોમાં પણ ICICI Bank દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલી એપ્રિલથી શરૂ થઈ રહેલા ત્રિમાસિક સમયગાળામાં ગ્રાહકોએ ઓછામાં ઓછા 35,000 રૂપિયા ખર્ચવા પડશે. ત્યાર બાદ જ બીજા ત્રિમાસિક ગાળામાં ગ્રાહકોને એરપોર્ટ પર આવેલી લાઉન્જમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવશે.

યેસ બેંક લાઉન્જ એન્ટ્રી
ICICI બેંકની જેમ જ યેસ બેન્કે પણ નવા આર્થિક વર્ષમાં દેશાંતર્ગત લાઉન્જ એન્ટ્રીના ધોરણોમાં ફેરફાર કર્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે આગામી ફર્સ્ટ ક્વાર્ટરમાં ગ્રાહકોએ લાઉન્જમાં એન્ટ્રી મેળવવા માટે ચાલી રહેલા ક્વાર્ટરમાં 10,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button