નીતા અંબાણીના કલેક્શનમાં પણ નહીં હોય આટલી મોંઘીદાટ લિપસ્ટિક, કિંમત જાણીને…

મહિલાઓને ટાપટીપ રહેવાનું અને સદાય યુવાન દેખાવવાનું પસંદ હોય છે. વાત જ્યારે ટાપટીપની આવે તો કોસ્મેટિક્સ તો એમાં ટોપ પર જ હોય. આવી સ્થિતિમાં જો તમને કોઈ કહે કે દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી લિપસ્ટિકની કિંમત શું હશે, તો તમારા જવાબ કદાચ હશે 10 હજાર કે 20 હજાર. પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયાની સૌથી મોંઘી લિપસ્ટિક ખરીદવા માટે તમારે તમારી પ્રોપર્ટી વેચવાનો વારો આવી શકે છે, તો માનવામાં આવે ખરું? ચાલો તમને આ લિપસ્ટિક અને તેની ખાસિયત વિશે જણાવીએ-
જી હા, સાંભળવામાં ભલે વિચિત્ર કે અસંભવ લાગે પણ આ હકીકત છે. દુનિયાની સૌથી મોંઘી લિપસ્ટિકનું નામ છે એચ. કાઉચર બ્યુટી ડાયમંડ છે. આ લિપસ્ટિકની કિંમત જાણશો તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે. કિંમત સાંભળીને તો તમને એવું થઈ જશે કે ભાઈસાબ આટલામાં તો બે-ત્રણ ફ્લેટ આવી જાય.

વાત કરીએ લિપસ્ટિકની કિંમતની તો આ લિપસ્ટિકની કિંમત છે 14 મિલિયન ડોલર એટલે કે અંદાજે 115 કરોડ રૂપિયા છે. હવે તમને થશે કે ભાઈ લિપસ્ટિક તો લિપસ્ટિક હોય આટલી મોંઘીદાટ લિપસ્ટિકમાં છે શું ખાસ? તો આ લિપસ્ટિક આટલી મોંઘી છે એનું કારણ છે તેનું કેસ.
મળતી માહિતી મુજબ લિપસ્ટિકના કેસ પર 1200થી પણ વધુ રિયલ ડાયમંડ્સ લગાવવામાં આવ્યા છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ આ લિપસ્ટિક ખરીદે છે તો તેને લાઈફટાઈમ માટે રીફિલ અને બ્યુટી સર્વિસ પણ આપવામાં આવે છે. આનો અર્થ એવો થયો કે જો તમે એક વખત લિપસ્ટિક ખરીદી લો છો અને પછી આ લિપસ્ટિક ખતમ થઈ જાય તો તમારે એને બીજી વખત ખરીદવાની જરૂર નથી. પરંતુ તમને એમાં જ રીફિલ મળતું રહેશે.
જોકે, આ એક માત્ર એવી લિપસ્ટિક નથી કે જે આટલી મોંઘી હોય. વાત કરીએ દુનિયાની બીજી મોંઘી લિપસ્ટિકની તો ગુએરલૈન બ્રાન્ડની. આ લિપસ્ટિકની કિંમત 51 લાખ રૂપિયાની આસપાસ છે અને લિપસ્ટિકનું કેસ 18 કેરેટના સોલિડ ગોલ્ડમાંથી બનાવવામાં આવ્યું છે. આ લિપસ્ટિકના કેસ પર 199 હીરા જડવામાં આવ્યા છે અને એની ઉપર ખરીદનાર વ્યક્તિ પોતાનું નામ કે ડિઝાઈન કસ્ટમાઈઝ કરાવી શકે છે. આ વસ્તુઓ માત્ર મેકઅપ આઈટમ નહીં પણ કલેક્શન માટે પણ હોય છે.
આ ઉપરાંત સ્વારોસ્કી ક્રિસ્ટલવાળી રીફિલેબલ લિપસ્ટિક દુનિયાની ત્રીજી સૌથી મોંઘી લિપસ્ટિક છે. આ લિપસ્ટિકની કિંમત 400 ડોલરની આસપાસ હોવાનું કહેવાય છે.
દુનિયાની આ આટલી મોંઘીદાટ લિપસ્ટિક ખરીદવાનું તો આપણું ગજું નહીં પણ દુનિયાના ધનવાન પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા અંબાણી પરિવારના લેડી બોસ કહેવાતા નીતા અંબાણીના લક્ઝુરિયસ બ્યુટી કલેક્શનમાં પણ નહીં જ હોય. તેમને પણ આ લિપસ્ટિક ખરીદવા માટે વિચાર તો કરવો જ પડશે. વચ્ચે એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર નીતા અંબાણીનું લિપસ્ટિક કલેક્શન 40 લાખ રૂપિયાની આસપાસ છે.
આ પણ વાંચો…ખૂબ જ ખાસ છે નીતા અંબાણીની લિપસ્ટિક, હોઠ પર લગાવતાં જ…