સ્પેશિયલ ફિચર્સ

દુનિયાના આ દેશોમાં જશો તો કરોડપતિ બની જશો, ડોલર સમાન છે રૂપિયાની તાકાત…

કોઈ પણ દેશનું ચલણ એ જે તે દેશની આર્થિક તાકાત અને વૈશ્વિક વેપારની ઓળખ છતી કરે છે. ફોર્બ્સ દ્વારા દુનિયાની સૌથી નબળી કરન્સીની એક યાદી બહાર પાડી છે અને આ યાદી જોતા કેટલાક દેશોમાં ભારતીય રૂપિયાનો દબદબો ડોલર જેવો હોય એવું લાગે છે. આજે આપણે અહીં 10 એવા જ દેશો વિશે વાત કરીશું, જ્યાંની કરન્સી સામે રૂપિયો એકદમ મજબૂત છે એટલે કે જ્યાં જઈને તમે ધનવાન બની જશો. આવો જોઈએ કયા છે આ દેશો-

ઈરાનઃ

ઈરાનનું ચલણ એટલે કે ઈરાની રિયાલ એ દુનિયાની સૌથી નબળી કરન્સી છે. અહીં ભારતના એક રૂપિયાનું મૂલ્ય 497 ઈરાની રિયાલ જેટલું છે. રાજકીય અસ્થિરતા અને આર્થિક સંકટને કારણે અહીંનું ચલણ ખૂબ જ નબળું છે. ઈરાન મુખ્યત્વે તેલ અને ખેતી પર આધાર રાખતો દેશ છે.

વિયેટનામઃ

વિયેટનામના ચલણને ડોંગ તરીકે ઓળખવામાં આવે છે અને નબળી કરન્સીની યાદીમાં આ દેશ બીજા સ્થાને આવે છે. વિયેટનામનો એક રૂપિયો 299 વિયેટનામી ડોંગ સમાન છે. આ દેશ આંતરિક સંઘર્ષથી ઝઝૂમી રહ્યો છે, પણ અહીંની અર્થવ્યવસ્થા ધીરે ધીરે મજબૂત બની રહી છે.

આ પણ વાંચો: આ છે દુનિયાની સૌથી મજબૂત કરન્સી, ડોલર પાની કમ ચાય છે એની સામે…

સિએરા લિયોનઃ

સિએરા લિયોનની એસએલએલ કરન્સી આ યાદીમાં ત્રીજા સ્થાને આવે છે. આ દેશમાં ભારતનો એક રૂપિયો 268 એસએલએલ સમાન થાય છે. યુદ્ધ, ગરીબી અને 2014ના ઈબોલા મહામારીને કારણે અહીંની અર્થવ્યવસ્થા સાવ પડી ભાંગી હતી. આ દેશ ખેતી અને હીરા ઉદ્યોગ પર આધાર રાખે છે.

લાઓસઃ

લાઓસની કરન્સી છે લાઓટિયન કિપ, જે દુનિયાની ચોથા નંબરની નબળી કરન્સી છે. ભારતના એક રૂપિયા બરાબર 212 લાઓ કિપ થાય છે. નાનકડી અર્થવ્યવસ્થા અને વિદેશી સહાયતા પર નિર્ભર રાખવાને કારણે આ દેશની કરન્સી ખૂબ જ નબળી પડી ગઈ છે.

ઈન્ડોનેશિયાઃ

ઈન્ડોનેશિયન કરન્સી આ યાદીમાં પાંચમા સ્થાને આવે છે, જ્યાંનો એક રૂપિયો 188 આઈડીઆર બરાબર છે. કુદરતી સંસાધનોની કિંમતોની કમીએ અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે. આ દેશ પર્યટન અને ખેતી પર નિર્ભર છે. કરન્સીની નબળાઈ આની અસર છે.

આ પણ વાંચો: 500 રૂપિયાની આ નોટ માટે લાખો રૂપિયાની બોલી લગાવી રહ્યા છે, જુઓ શું છે ખાસ?

ઉઝબેકિસ્તાનઃ

ઉઝબેકિસ્તાની સમો આ યાદીમાં છઠ્ઠા સ્થાને આવે છે, જ્યાંનો એક રૂપિયો 151 યુઝેડએસ છે. આ દેશ નિયંત્રિત અર્થવ્યવસ્થાથી બજાર આધારિત અર્થવ્યવસ્થામાં બદલાઈ રહ્યું છે. આ પરિવર્તને જ આ દેશની ઉઝબેકિસ્તાનની કરન્સીને નબળી કરવાનું કામ કર્યું છે.

ગિનીઃ

ગિનીનું ગિનીયન ફ્રેંક આ યાદીમાં સાતમા સ્થાને આવે છે અને અહીંના 101 જીએનએફ એટલે ભારતનો એક રૂપિયો. રાજકીય અસ્થિરતા, ભ્રષ્ટાચાર અને ધીમી આર્થિક વૃદ્ધિએ અહીંના ચલણને નબળું પાડ્યું છે. આ દેશ ખનન અને ખેતી પર નિર્ભર છે.

પૈરાગ્વેઃ

પેરાગ્વેનું ગુઆરાની આઠમા સ્થાને છે, જ્યાંના 92 પીવાયજી એટલે એક રૂપિયો બરાબર છે. ઉચ્ચ કરન્સીસ્ફીતિ, ગરીબી અને બેરોજગારીએ અહીંની કરન્સીને નબળી પાડી હતી. આ દેશ મોટા ભાગે ખેતી પર આધારિત છે.

આ પણ વાંચો: ભારતના 100 રૂપિયા અહીં બની જાય છે 50,000, જાણો શું છે આખું ગણિત…

કમ્બોડિયાઃ

કમ્બોડિયાનું રિયલ આ યાદીમાં નવમા સ્થાને છે અને અહીં ભારતનો એક રૂપિયો 47.67 કેએચઆર બરાબર છે. અહીંયાના લોકો અમેરિકન ડોલરને વધારે પસંદ કરે છે. કમ્બોડિયન રિયલનો ઉપયોગ ખૂબ જ ઓછો કરે છે એટલે આ કરન્સી નબળી છે.

યુગાંડાઃ

યુગાંડાની શિલિંગ આ યાદીમાં 10મા સ્થાને અને અહીંના 43 યુજીએક્સ બરાબર છે. 1970ના દાયકામાં ઈદી અમીનના શાસન બાદ આર્થિક મુશ્કેલીઓએ અહીંના ચલણને વધારે નબળું પાડ્યું હતું. આ દેશ પણ બાકીના દેશોની જેમ ખેતી અને પર્યટન પર આધારિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button