સ્પેશિયલ ફિચર્સ

દુનિયાની સૌથી મીઠી કેરી વિશે જાણો છો? એક વખત સ્વાદ ચાખી લીધો તો પછી…

કેરીના ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને નાના હોય કે મોટા સૌને કેરી ખૂબ જ પસંદ હોય છે. ઉનાળામાં તમે ભલે ગરમીથી પરેશાન હોવ પણ આ પરેશાની કેરીના સ્વાદ અને મિઠાશ સામે ઝાંખી પડી જાય છે. પરંતુ જો તમને કોઈ પૂછે કે દુનિયાની સૌથી મિઠી કેરી કઈ છે તો? સવાલનો જવાબ આપવામાં મૂંઝાઈ જાવ ને? ડોન્ટ વરી આજે અમે અહીં તમને દુનિયાની સૌથી મિઠી કેરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, એટલું જ નહીં પણ આ કેરીનું નામ પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. ચાલો જોઈએ કઈ છે આ કેરી…

જીસ, હા અમે અહીં જે કેરીની વાત કરીએ રહ્યા છીએ એ કેરીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો ફિલિપાઈન્સમાં જોવા મળતી કારાબાઓ કેરીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. આ કેરીને ફિલિપિનો કેરી કે મનિલા કેરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતની કેસર જ નહીં, વારાણસીની લંગડો કેરીની પણ અમેરિકામાં ધૂમ માગ

કારાબાઓ કેરી ફિલિપાઈન્સમાં જોવા મળે છે અને તેની મિઠાશ માટે તે દુનિયાભરમાં પ્રખ્યાત છે. વર્ષ 1995માં કારાબાઓ કેરીની ખરી ઓળખ મળી હતી. રિપોર્ટ્સ અનુસાર આ કેરીમાં આશરે 15 ગ્રામ શુગર હોય છે. 15 ગ્રામ શુગર એટલે ત્રણથી ચાર ચમચી ખાંડ થાય. એમાં પણ જો આ કેરી સારી રીતે પાકી હોય તો તેની મિઠાશ બમણી થઈ જાય છે.

ફિલિપિનો કેરીની મિઠાશે જ તેને દુનિયાની સૌથી મીઠી કેરી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવ્યું છે. 1995માં આ કેરીને દુનિયાની સૌથી મીઠી કેરીનો ખિતાબ અપાવ્યો હતો. ફિલિપાઈન્સના નાગરિકો અને કેરીપ્રેમીઓ માટે આ ખરેખર ખૂબ જ ગર્વની વાત છે.

આ પણ વાંચો: વિશેષઃ ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે?

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ કારાબાઓ કેરીની ખેતી ધીરે ધીરે શરૂ થઈ રહી છે અને ભારતીયો પણ આ કેરીનો સ્વાદ માણી રહ્યા છે. જો તમને પણ ક્યારેય આ મીઠી મધમધુરી કેરી ખાવાનો મોકો મળે તો રખેને ચૂકતા, કારણ કે બની શકે કે તમારા માટે તમારા જીવનનો સૌથી અનોખો અનુભવ જ હશે…

કેરી સાથે ભૂલથી પણ ના ખાશો આ વસ્તુઓ, નહીંતર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button