સગાઇની વાત આવતા વ્યક્તિએ ગામ લોકોને આપી આવી ચેતવણી…
સોશિયલ મીડિયા પર આમતો એવા એવા વિડીયો વાઇરલ થતા હોય છે કે તે જોઇને આપણે આપણું હસવું રોકી જ ના શકીએ. આવો જ એક ફની વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ હાથમાં માઈક લઈને પોતાના ગામમાં એક વિચિત્ર જાહેરાત કરી રહ્યો છે. લોકો આ વિડીયો જોઇને હસી હસીને લોટપોટ થઇ રહ્યા છે. તેમજ વીડિયોને લાઈક પણ કરી રહ્યા છે ઘણા યુઝર્સે કમેન્ટ પણ કરી છે.
તે વ્યક્તિ માઇક હાથમાં લઇને ગામ વાળાઓને કહી રહ્યો છેકે મારા માટે સગાઇની વાત આવી રહી છે. જો એમાં કોઇ દખલ કરશે તો હું તેને છોડીશ નહી.
વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ ગામના મુખ્ય ચોક પર પોતાની કાર ઊભી રાખીને માઈક લઈને બહાર આવે છે. અને પછી આખા ગામને ચેતવણી આપે છે કે કાલે સવારે છોકરીનો પરિવાર તેના ઘરે મળવા આવી રહ્યો છે, તેની સગાઇની વાત કરવા માટે પરંતુ કોઇ પણ વ્યક્તિ આમાં કોઇપણ સમસ્યા ઊભી કરવી નહિ નહિતો તે વ્યક્તિને હું જોઇ લઇશ. આ રીતે તે વ્યક્તિ આખા ગામને ચેતવણી આપે છે અને કહે છે કે આવતીકાલે બધા પોતપોતાના ઘરમાં જ રહે નહીંતર હું તેમને છોડીશ નહિ. વ્યક્તિની આ ચેતવણી સાંભળીને ગામના બધા જ હસવા લાગશે.
આ ફની વીડિયોને એક યુઝરે શેર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં તેને 78 હજાર લોકોએ લાઈક કર્યો છે અને લાખો લોકોએ તેને જોયો છે. ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું હતું કે આ ભાઈ પોતાના પડોશીઓથી ખૂબ નારાજ છે. બીજાએ લખ્યું હતું કે આ પણ એક સારો આઇડિયા છે. ત્રીજા વ્યક્તિએ લખ્યું હતું કે લાગે છે કે આ ભાઈ માટે છેલ્લી વાર સગાઇની વાત આવી રહી છે.