સ્પેશિયલ ફિચર્સ

આઈફોન લઈને ઉપર ચઢી ગયો વાંદરો અને પછી જે થયું એ… વીડિયો થયો વાઈરલ…

દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે એમાંથી કેટલાક વીડિયો તો એવા હોય છે કે જે જોઈને આપણે હસવાનું રોકી શકતા નથી. આજે અમે અહીં તમારા માટે આવા જ એક વાઈરલ વીડિયોની માહિતી લઈને આવ્યા છીએ. આ વીડિયો જોઈને તમે પણ હસવાનું નહીં રોકી શકો. વૃંદાવનમાં શ્રીરંગનાથજી મંદિરમાં એ વખતે દર્શનાર્થીઓ એ સમયે હેરાન રહી ગયા જ્યારે એક તોફાની વાંદરો એક વ્યક્તિનો મોબાઈલ ફોન લઈને ઉપર ચઢી ગયો હતો અને પછી જે થયું એ ખરેખર જોવા લાયક હતું.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વાંદરાએ ત્યાં સુધી આઈફોન પાછો આપવાની કોઈ તૈયારી નહીં દેખાડી જ્યાં સુધી એ વ્યક્તિએ સામે ચાલીને પ્રયાસ નહીં કર્યો. વ્યક્તિએ જ્યારે આગળ ચાલીને વાંદરા પાસેથી આઈફોન પાછો મેળવવા માટેના પ્રયાસની પહેલ કરી ત્યારે જે થયું એ જોઈને નેટિઝન્સ પોતાનું હસવાનું રોકી શક્યા નહોતા.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ આખરે આગળ શું થયું એ…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોની શરૂઆતમાં હે વાંદરા એક ઈમારત પર બેસેલા જોવા મળી રહ્યા છે અને એમાંથી એક વાંદરો મંદિરમાં દર્શન માટે આવેલા દર્શનાર્થીનો ફોન લઈને ભાગી જાય છે. જે વ્યક્તિનો ફોન લઈને ભાગી ગયો હતો એ વ્યક્તિ વાંદરાને ફ્રૂટીની લાલચ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે અને જેવી એ વ્યક્તિ વાંદરાની દિશામાં ફ્રૂટી ફેંકે છે ત્યારે તરત જ ફ્રૂટીના બદલામાં વાંદરો આઈફોન નીચે ફેંકી દે છે.


આ વીડિયોને છઠ્ઠી જાન્યુઆરીના શેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી લઈને 8.4 મિલિયનથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો પર હજારોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવી રહ્યા છે.


એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ તો બિઝનેસ છે ભાઈ… જ્યારે બીજા એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે આવું જ મારી સાથે પણ થયું હતું. ત્રીજા એક નેટિઝન્સે આ અનોખા વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું હતું કે આને વસ્તુ વિનિમય પ્રણાલી કહેવાય છે. ચોથા એક યુઝરે લખ્યું હતું કે વાંદરાઓ પાસે ખાવાનું કઈ રીતે મેળવવું એના વિશે નવા નવા વિચારો છે. પાંચમા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે સોદો તો એ છે કે આખરે વાંદરાને કઈ વસ્તુ પસંદ આવે છે એનું આદાનપ્રદાન કરવાનો…

સંબંધિત લેખો

Back to top button