“શૅરબજારમાં ફટાફટ કમાણીનું સપનું બની ગયું દુ:સ્વપ્ન
સાયબર સાવધાની - પ્રફુલ શાહ

શૅરબજારમાં ફટાફટ કમાણી અને રાતોરાત માલદાર બનવાની ઈચ્છા એટલે રેલવેના બે પાટા. એ બંને મળે ખરા? એમાંય મોટો પૈસો બનાવવા માટે શૅરબજારમાં રમો કાં ખોટા કામ કરો એ માન્યતા ઘણાં સ્વીકારી લે છે. આ જ કારણસર શૅરબજારમાં ચોક્કસ નફાકારક ટીપની લાલચમાં ઘણાંના લાખના બાર હજાર અને બંગલોના ઝૂંપડાં થઈ જાય છે. આ બધામાં સાયબર વિલનની એન્ટ્રી એવી ધમાકેદાર હોય કે ગબ્બર, મોગમ્બો ને શાકાલ પણ વામણા લાગે.
એક સાયબર ગેંગે આવા રાતોરાત પૈસાદાર બનવા ઈચ્છકોનું રૂ. ૨૫ થી ૩૦ કરોડનું કરી નાખ્યું હોવાનું બહાર આવ્યું હતું. કોઈ શિક્ષિત કે શૅરબજારનો જાણકાર એમની જાળમાં કેવી રીતે ફસાયો હશે એવો સવાલ જરૂર થાય પણ લાલચ કદાચ મગજ અને સમજ પર જાડ્ડો પડદો નાખી દેતી હશે. સૌ પ્રથમ આ સાયબર ઠગની મોડસ ઓપરેન્ડી જાણીએ. આ લોકો એક વ્હોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રૂપ બનાવે. આ ઉપરાંત જેના મોબાઈલ ફોન નંબર મળે એને મેસેજ મોકલે. એમાં અમુક ટીપ હોય. પછી શૅરબજારમાં નિશ્ર્ચિતપણે કમાણી કરો એવા વિષય પર વેબીનારનું આયોજન કરે. જોડાવાની કોઈ ફી ન રખાય, પરંતુ જે લોકો જોડાય એમને શૅરબજારમાં કમાણી કરવામાં સો ટકા રસ હોવાનું દીવા જેમ સ્પષ્ટ થઈ જાય.
પછી આમાંથી અમુકને શૅરબજારની એવી ટીપ મોકલાય કે જેમાં અચૂક કમાણી થાય. આવી બે-ત્રણ કમાઉ ટીપ બાદ મોટાભાગનાને વિશ્ર્વાસ બેસી જાય. પછી શું?
માટુંગાની એક દક્ષિણ ભારતીય મહિલાનો કિસ્સો થકી જાણીએ.
આ બહેને કસદાર રોકાણ માટેનો વોટ્સએપ મેસેજ આવ્યો પણ તેમણે ધ્યાન ન આપ્યું. થોડા દિવસ બાદ વધુ મેસેજ આવ્યા તો તેમણે નજર ફેરવી. પછી સેમિનારનું આમંત્રણ મળ્યું. એમાં અપાયેલા નંબર પર સંપર્ક કરતા કોઈ અનિલ ઝા શર્માએ સ્યોર શૉટ શૅરની યાદી મોકલી. આમાંથી મોટાભાગના શૅરના ભાવ વધતા દેખાયા એટલે આ મહિલા શૅરબજારમાં રોકાણ માટે તૈયાર થઈ ગઈ.
તેઓ અજાણત��
Also Read –