1લી ડિસેમ્બરે બન્યો ચંદ્રાધિ યોગનો શુભ સંયોગ, આ રાશિવાળાઓને ચાંદી જ ચાદી…
1લી ડિસેમ્બરે, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને ચંદ્રમાંથી સાતમા ભાવમાં ગુરુની હાજરીને કારણે ચંદ્રાધિ યોગ બની રહ્યો છે. તેમજ આવતીકાલે અમાવસ્યા તિથિ છે અને આ તિથિને કાર્તિકી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે. કાર્તિકી અમાવસ્યાના દિવસે સુકર્મ યોગ અને અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રાધિ યોગનો શુભ સંયોગ થઈ રહ્યો છે, જેના કારણે તેનું મહત્વ વધુ વધી ગયું છે. આ શુભ યોગોને કારણે કેટલીક રાશિઓને ફાયદો થવાનો છે. આપણે એ લકી રાશિઓ જાણીએ.
ચંદ્રાધિ યોગ મેષ રાશિના લોકો માટે નવી આશા લઈને આવ્યો છે. આ રાશિના જાતકો સૂર્ય ભગવાનની કૃપાથી તેમના તમામ કામો પાર પાડી લેશે. તેમને કામમાં કોઇ વિઘ્ન નહીં આવે. ભાડા પર રહેતા લોકોનું પોતાનું મકાન ખરીદવાનું સપનું પૂરું થશે, જેનાથી તેમનું મન પ્રસન્ન રહેશે. વ્યાપારીઓ આવતીકાલે મોટા વ્યાપારી સોદા કરી શકે છે, જેનો તેમને ભવિષ્યમાં ચોક્કસ ફાયદો થશે. જો તમે લાંબા સમયથી કોઈ ઈજા અથવા બીમારીથી પરેશાન છો, તો તમને તેમાં રાહત મળતી જણાશે. સમાજના ઘણા પ્રતિષ્ઠિત લોકો સાથે પરિચય પણ વધશે. તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે સારો સમય વિતાવશો અને સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું પણ આયોજન કરશો.
આ રાશિના લોકો માટે પણ ચંદ્રાધિ યોગ લાભવંતો છે. આ રાશિના લોકોને સવારથી જ સારા સમાચાર સાંભળવા મળશે. પૈસા સંબંધિત કોઈપણ કાર્યમાં તમને ફાયદો થશે. વાહન ખરીદવાની તમારી ઈચ્છા પણ સૂર્ય ભગવાનની કૃપાથી પૂર્ણ થઈ શકે છે. જો તમે નવા વ્યવસાય માટે વિચારી રહ્યા છો તો તમને તેની માટે યોગ્ય તક મળશે. સાસરિયાં સાથેના સંબંધોમાં તણાવ હશે તો તે પૂરા થશે અને તેમની સાથે પ્રેમ અને સદભાવનું વાતાવરણ સર્જાશે. પરિવારમાં બાળક સાથે મોજમજા કરીને સમય વિતાવી શકશો. ઘરમા ંકોઇ મહેમાન મિત્રનું આગમન પણ ખુશી લઇને આવશે.
આ રાશિના લોકો માટે ચંદ્રાધિ યોગ ઘણો ફાયદાકારક નિવડશે. કન્યા રાશિના જાતકો બુદ્ધિશાળી લોકો સાથે સંગત કરીને તેમના સામાજિક વર્તુળને વિસ્તારવામાં સફળ થશે અને અટકેલા ધન પ્રાપ્ત થશે. અટકેલા ધનની પ્રાપ્ત થશે. જો લવ લાઈફમાં રહેલા લોકોએ હજુ સુધી પરિવારને પાર્ટનર વિશે જણાવ્યું નથી, તો તેઓ તેમના પરિવારને જણાવી શકે છે અને તમારા સંબંધોને પરિવાર તરફથી મંજૂરીની મહોર મળી શકે છે. ઘરના કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થઈ શકે છે અને ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ સામાજિક કાર્યક્રમમાં જવાનો કે લાંબા અંતરની યાત્રા કરવાનો પણ મોકો મળશે. વેપાર કરનારાઓને પણ ઘણો ફાયદો થશે.