વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

તમારો મોબાઈલ જ તમને બચાવશે હેકર્સથી, જાણો આપે છે આવા સિગ્નલ્સ…

આપણા બધાના હાથમાં એક છએક ઈંચનો મોબાઈલ છે, જે આપણી બેંકથી માંડીને થિયેટર છે, પર્સનલ ડાયરી છે. આમા તમે એ બધુ સાચવીને બેઠા છો જે લગભગ તમારા પરિવારની વ્યક્તિને પણ ખબર નહીં હોય, હવે આ મોબાઈલ પર કોઈ નજર નાખે અને તેને હેક કરી લે ત્યારે માણસની હાલત કેટલી કફોડી થાય તે સમજી શકાય છે. મોબાઈલમાં સેન્સિટીવ ડેટા અને બેંક ખાતાની ડિટેલ્સ હોવાથી જો તે હેક થાય તો ભારે નુકસાન થાય છે અને મોટેભાગે ફાયનાન્સિયલ ફ્રોડ થતા રહે છે.
તો પછી આ હેકર્સથી બચવા શું કરવું તેવો સવાલ તમારા મનમાં થતો હોય તો તેનો જવાબ અમારી પાસે છે. તમારો મોબાઈલ જ તમને મદદ કરશે, ઈનફેક્ટ તે આપણને ચેતાવણી આપે છે, પરંતુ આપણે તેને ગંભીરતાથી લેતા નથી ને હેકર્સનો શિકાર બની જઈએ છીએ. તો આવો જાણીએ એવા કયા સિગનલ્સ છે જેને તમારે હળવાશથી ન લેવા જોઈએ.

આ પણ વાંચો : તમે પણ મોબાઈલ 100 ટકા ચાર્જ કરવાનો આગ્રહ રાખો છો? આજે જ બંધ કરી દો…

  1. એક ખૂબ જ પ્રાથમિક સાઈન છે કે અચાનકથી તમારા મોબાઈલની બેટરી જલદી ખતમ થવા માંડે. આનું કારણ બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી એપ્સ હોય છે જે હેકર્સ ચલાવતા હોય છે.
  2. જો તમને લાગે કે તમારો મોબાઈલ ડેટા તમે વાપરતા નથી, છતાં વધારે ઉપયોગમાં લેવાય છે તો તે મોબાઈલ હેકિંગની મોટી સાઈન છે.
  3. જો તમારા મોબાઈલની સ્પીડ અચાનક ઘટી જાય તો પણ તેનું એક કારણ હેકીંગ હોઈ શકે કારણ કે મોબાઈલ પર તે સમયે લૉડ વધી જતો હોય છે.
  4. ફોનમાં બિનજરૂરી પોપઅપ આવ્યા કરે તો સમજજો કે તમારે ચેતી જવાની જરૂર છે.
  5. હેકિંગ ચેક કરવા માટે મોબાઈલમાં બધી જ એપ્સ ચેક કરો. કોઈ અજાણી એપ દેખાય કે તરત ડિલિટ કરી નાખો. નહીંતર તમને ભારે નુકસાન થઈ શકે છે.
  6. જો તમારા સ્માર્ટફોનનું સિક્યોરિટી ફીચર ડિસેબલ થઈ ગયું છે તો સતર્ક થઈ જાઓ. જો સ્ક્રીન લૉક સિસ્ટમ કે એન્ટિ વાયરસ તમે ન કર્યા હોય તો પણ લૉક થઈ જાય તો ખતરાની ઘંટી વાગી રહી છે તેમ સમજજો.
  7. વારંવાર કહેવામાં આવે છે તે રીતે અજાણી લીંક પરથી એપ ઈન્સ્ટોલ કરશો નહીં.

આ પણ વાંચો : મોબાઈલની દુનિયામાં થશે પાર વગરના ફેરફાર……..સિમકાર્ડ અને ચાર્જરની ઝંઝટ જ ખતમ !

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button