ટેણિયાએ પહેલી વખત જોયું વોટરફોલ અને કર્યું કંઈક એવું કે…
સોશિયલ મીડિયા એ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આજના સમયનો સૌથી સશક્ત માધ્યમ બની ચૂક્યું છે અને આ જ સોશિયલ મીડિયા પર દરરોજ સેંકડો વીડિયો વાઈરલ થતાં હોય છે. એમાંથી અમુક વીડિયો તો એવા હોય છે કે જેને જોઈને દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જતું હોય છે, આજે અમે અહીં તમારા માટે આવા જ એક વીડિયોની માહિતી લઈને આવી રહ્યા છીએ.
આ વીડિયોમાં જ્યારે નાનકડું ટેણિયું પહેલી વખત વોટરફોલ જુએ છે ત્યારે તેનું રિએક્શન કેવું હોય છે એ જોવા મળે છે. વોટરફોલ જોઈને બાળક જે રીતે રિએક્ટ કરે છે એ જોઈને તમારું દિલ પણ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે…
આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ આગમી જેમ વાઈરલ થઈ રહ્યો છે. બાળકના ચહેરાના હાવભાવ જોઈને મન એકદમ ખુશ થઈ જાય છે. વાત જાણે એમ છે કે આ વીડિયોમાં બાળક તેના પપ્પા સાથે વોટરફોલ જોવા આવ્યો હતો અને વોટરફોલ જઈને તેના ચહેરા પર જે ખુશી છવાઈ જાય છે એ વર્ણવવા માટે કોઈ શબ્દ જ નથી. એના ચહેરાના એક્સપ્રેશન જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે તે સ્વર્ગમાં આવી ગયો હોય.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકનું રિએક્શન કેવું છે. તેની ખુશી એકદમ જોવાલાયક છે. વોટરફોલ જોઈને બાળક એકદમ હસી પડે છે. દિલને સ્પર્શી જનારો આ વીડિયો સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ એક્સ પર @TheFigen_નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે.
ટેણિયાનો આ વીડિયો પર જોઈને યુઝર્સ પણ એકદમ ખુશ થઈ ગયા છે અને ખુશીથી ફૂલ્યા નથી સમાઈ રહ્યા. કોઈ આ વીડિયોને દિલને સ્પર્શી જનારી મોમેન્ટ તો કોઈ બાળકની ક્યુટનેસ પર ઓવારી ગયા છે. આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી તેને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે.