તમને પણ લાગી ગઈ છે આવા વીડિયો જોવાની લત? આ રીતે મેળવો મુક્તિ…

દરેક વ્યક્તિને જીવનમાં કોઈને કોઈ ટેવ હોય જ છે, જેમાં સારી અને ખરાબ બંને ટેવનો સમાવેશ થાય છે. જે આદતને કારણે જીવનમાં કોઈ નુકસાન ના પહોંચે એ આદતને ખરાબ આદત નથી માનવામાં આવતી, પણ કેટલીક આદતો એવી હોય છે કે જે આગળ જતાં લત બની જાય છે કે નશો બની શકે છે એ આગળ જતાં તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે આપણે આવી જ એક આદત અને અને તેનાથી કઈ રીતે છુટકારો મેળવી શકાય એના વિશે વાત કરીશું. આ આદત એટલે પોર્ન જોવાની આદત. આવો જોઈએ શું કહે છે નિષ્ણાતો-
આજકાલની યુવાપેઢી એકદમ ઝડપથી આલ્કોહોલ, સ્મોકિંગ અને પોર્ન તરફ આકર્ષિત થાય છે અને ધીરે ધીરે આ આદતો નશો બની જાય છે. એક સમય એવો પણ આવી જાય છે કે આ આદતોથી છુટકારો મેળવવાનું પણ મુશ્કેલ બની જાય છે. યુવાનોમાં પોર્ન જોવાની આદત ઝડપથી વધી રહી છે અને આનો વધતો ક્રેઝ માત્ર માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે પણ એને છોડવાનું પણ મુશ્કેલ બની જાય છે.
આ પણ વાંચો: પોર્ન લાઈફસ્ટાઈલના ભરડામાં ફસાઈ રહ્યા છીએ આપણે..!
કારણ જાણવાનો પ્રયાસ કરો
પોર્ન જોવાની લત કઈ રીતે છોડાવી શકાય એની વાત કરીએ એ પહેલાં પોર્ન જોવાની ક્રેવિંગ કેમ થાય છે એની. પોર્ન જોવાની ઈચ્છા ત્યારે થાય છે જ્યારે તમે તાણમાં હોવ છો કે પછી એકલતા અનુભવો છો. જ્યાં સુધી તમને પોર્ન જોવાની ઈચ્છા કેમ થાય છે એનું કારણ જાણવું ખૂબ જ જરૂરી હોય છે તો જ એના પર કાબુ મેળવવામાં મદદ મળે છે.
ધીરે ધીરે સમય ઘટાડો
કોઈ પણ આદત હોય તમે તેને એક ઝાટકે તે છોડી નથી શકતા અને આવું જ પોર્ન સાથે પણ છે. પોર્ન જોવાની આદત એક ઝાટકે છોડવાનો પ્રયાસ ન કરો. આથી વિપરીત તેને ધીરે ધીરે છોડો. રોજ પોર્ન જોવાના સમયમાં ઘટાડો કરો.
લોકો સાથે સમય પસાર કરો
આ ઉપરાંત એકલા રહેવા કરતાં પોતાના લોકો સાથે સમય પસાર કરો. એકલા રહેવાને કારણે પોર્ન જોવાની ઈચ્છા વધી શકે છે. આ કારણે જ આવા સમયે પરિવાર સાથે કે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો. આને કારણે માઈન્ડને ડાઈવર્ઝન મળશે અને મન શાંત પણ થશે.
નવી નવી વસ્તુઓ શીખો
જ્યારે તમે નવી નવી વસ્તુઓ શીખવામાં વ્યસ્ત રહેશો ત્યારે તમારું ધ્યાન ઓટોમેટિકલી પોર્ન પરથી હટી જશે. જો તમે પણ પોર્ન જોવામાંથી મુક્તિ મેળવવા માંગો છો તો કંઈક નવું શીખવાની ટેવ પાડો. આને કારણે તમને તમારી આ આદત છોડવામાં મદદ મળશે.