સિંહ સાથે ફોટો પડાવવો મોંધો પડ્યો, વ્યક્તિ પર હુમલો કરીને ગળુ પકડયું, વિડીયો વાયરલ

આજકાલ લોકો સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના ચક્કરમા અનેક જોખમ લેતા હોય છે. તેવા પણ જ્યારે લોકો જંગલી પ્રાણીઓ સાથે સેલ્ફી લેવાની હિંમત કરે છે ત્યારે કોઇ વાર અલગ જ રીએક્શન જોવા મળે છે. હાલમા સોશિયલ મીડિયા પર આવો જે એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો ક્લિપમાં એક વ્યક્તિ પાળેલા સિંહ સાથે પોઝ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે.પરંતુ બીજી જ ક્ષણે સિંહ તેનું ગળુ પકડી લે છે.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો
આ વિડીયો શારજાહ ટીવી ના ભૂતપૂર્વ એન્કર ઝરનાબ ખાન લશારીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, અને કેપ્શનમાં લખ્યું છે.જ્યારે તમે સિંહ સાથે પોઝ આપવાનો પ્રયાસ કરો છો ત્યારે શું થાય છે? જોકે, આ હૃદયદ્રાવક વીડિયો ક્યારે અને ક્યાં રેકોર્ડ કરવામાં આવ્યો તે અંગે તેમણે કોઈ માહિતી આપી નથી.
બીજી જ ક્ષણે તેની પર હુમલો થવાનો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક પાલતુ સિંહ સીડી પર બેઠેલો જોઈ શકાય છે. આ દરમિયાન એક વ્યક્તિ સિંહ સાથે ફોટો પડાવવાના ઇરાદાથી સીડી પર જઈને બેસે છે. પણ તે માણસને ખ્યાલ નહોતો કે બીજી જ ક્ષણે તેની પર હુમલો થવાનો છે.
આપણ વાંચો: Indian Railwayની ટ્રેનો રાતના સમયે કેમ ફૂલસ્પીડમાં દોડે છે? 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ…
સિંહના ચહેરા પર થપ્પડ મારીને તેનું ધ્યાન ભટકાવ્યું
વીડિયોમાં તમે જોશો કે સિંહ આંખના એક પલકારામાં વ્યક્તિ સુધી પહોંચી વ્યક્તિ પર હુમલો કરે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર બધા લોકો ગભરાઈ ગયા. જ્યારે ફોટો ક્લિક કરાવનાર વ્યક્તિ પણ ભયભીત થયો હતો.જોકે, સદનસીબે, કેરટેકર નજીકમાં હતો અને તેણે સિંહના ચહેરા પર થપ્પડ મારીને તેનું ધ્યાન ભટકાવ્યું હતું. જેના પગલે વ્યક્તિનો જીવ બચ્યો હતો.
જોકે, વ્યક્તિના ગળા પર સિંહના તીક્ષ્ણ દાંત અને તેમાંથી વહેતા લોહીના નિશાન જોઈ શકાય છે. આ વિડીયો ખરેખર ડરામણો વિડીયો છે. ભૂતપૂર્વ એન્કર ઝરનાબે પોતાની પોસ્ટના અંતે લખ્યું, હવે મને કહો, શું તમે સિંહની બાજુમાં બેસીને તમારો ફોટો પડાવવાની હિંમત કરશો?