Viral Video: વ્યક્તિએ Taj Mahal Palace હોટેલમાં ચા મંગાવી અને પછી જે થયું એ…
ભારતમાં ગલીના નાકાથી લઈને સારી સારી હોટેલ્સમાં ચા મળે છે અને મોટી મોટી ફાઈવ-સેવન સ્ટાર હોટેલમાં પણ ચા મળે છે. ફરક ખાલી એટલો છે કે જગ્યા પ્રમાણે ચાના ભાવમાં તફાવત જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ ફાઈવસ્ટાર હોટેલમાં ચા પીવાનો પોતાનો અનુભવ વીડિયોમાં માધ્યમથી શેર કર્યો હતો. વીડિયોમાં વ્યક્તિએ ચાની કિંમતની સાથે સાથે તેને રેટિંગ આપતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ આખરે શું કહ્યું આ વ્યક્તિએ-
આ પણ વાંચો : પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું, આ ચેનલો અને કન્ટેન્ટ પ્રસારિત થશે
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક વ્યક્તિ એવું કહેતી સાંભળવા મળે છે કે તમે મારી પાછળ જોઈ શકો છો ઈન્ડિયાની પહેલી ફાઈવસ્ટાર હોટેલ તાજ મહેલ પેલેસ. ઘણા લોકોનું સપનું હોય છે કે એક વખત આ હોટેલની મુલાકાત લઈને ચાય ચોક્કસ પીવે. તો મિડલ ક્લાસ લોકોનું આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આજે અમે અહીં ઈન્ડિયન ચા પીવાના છીએ. આટલું કહીને એ વ્યક્તિ હોટેલમાં પ્રવેશ કરીને હોટેલની સુંદરતા, તેની ખાસિયત અને લેગસી વિશે વાત કરે છે.
ત્યાર બાદ એ વ્યક્તિએ ત્યાં એક કપ ચા મંગાવે છે અને આ બહાર ટપરી પર 10-20 રૂપિયામાં મળતી એક કપ ચાની કિંમત હોટેલ તાજમાં 2124 રૂપિયા હોય છે. આ ચા સાથે કોમ્પ્લીમેન્ટ્રીમાં બે વડા પાવ, બે ગ્રિલ સેન્ડવિચ, કાજુ કતરી વગેરે મળે છે. જોકે, ચા પીને અંતમાં વ્યક્તિ ચાનું રિવ્યુ આપે છે. આશ્ચર્ય વચ્ચે તે તાજની ચાને 10માંથી પાંચ માર્ક આપે છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ઈન્ફ્લ્યુઅન્સર અદનાન @adnaan.08 નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. આઠમી નવેમ્બરના આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને એની કેપ્શનમાં તેણે જણાવ્યું હતું કે મુંબઈના તાજ હોટેલની ચા. હવે આ રીલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને બે કરોડથી વધુ વ્યૂ આવી ચૂક્યા છે અને 13 લાખથી વધુ લાઈક્સ આવી ગયા છે.
આ પણ વાંચો : આ બોલીવૂડ એક્ટર પર કર્યો પૈસા વરસાદ, ચાલુ કોન્સર્ટ રોકીને કહ્યું હું શું…
આ વીડિયો પર હજારો લોકોએ કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી છે. કેટલાક યુઝર્સે મજાકિયા કમેન્ટ કરી છે તો કેટલાક લોકોએ અદનાનના વખાણ કરતાં આ વીડિયોને એક સારો વીડિયો ગણાવ્યો છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે હું મુંબઈમાં જ નાનાથી મોટો થયો છે, પરંતુ હજી સુધી તાજ હોટેલની ચા નથી પીધી. તેં કરી દેખાડ્યું ભાઈ… બીજા એક યુઝરે લખ્યું હતું કે 2100 રૂપિયામાં તો અડધા મહિનાનું રાશન આવી જાય.
તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો-