… તો શું હવે સફેદ તાજમહેલ લીલા રંગનો થઈ જશે? શું છે આ દાવા પાછળની હકીકત?
આગ્રાનો તાજમહેલ એ પ્રેમની નિશાની ગણાય છે અને તેની ગણતરી દુનિયાની સાત અજાયબીઓમાં કરવામાં આવે છે. દૂધ જેવા સફેદ રંગના સંગમરમરથી બનેલા આ તાજમહેલને જોવા માટે દર વર્ષે લાખો પર્યટકો આવે છે. પરંતુ જો તમને કોઈ કહે છે આ તાજમહેલ હવે સફેદ નહીં પણ ગ્રીન રંગનો થઈ જશે, તો આ વાત તમારા માનવામાં આવે ખરી? માનવામાં ન આવે આ વાત હકીકત છે અને તમારી જાણ માટે આવું થઈ રહ્યું છે. હવે તમને એ વાત જાણવાની તાલાવેલી થઈ રહી હશે કે આખરે આખરે આ તાજમહેલનો રંગ કયા કારણસર બદલાઈ રહ્યો છે તો બોસ આગળ એના વિશે જ આપણે અહીં વાત કરવાના છીએ.
વાત જાણે એમ છે કે તાજમહેલનો કલર ધીરે ધીરે લીલો થઈ રહ્યો છે અને આવું થઈ રહ્યું છે કીડાને કારણે. કીડા આખેઆખું ઝૂંડ જ તાજમહેલને લીલા કલરનો બનાવવામાં વ્યસ્ત થઈ ગયું છે. 2015માં એએસઆઈને આ બાબતની જાણ થઈ હતી અને એ સમયે આને રોકવા માટેનો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. કોરોનાકાળ દરમિયાન આ કીડાની અસર ચોક્કસ થોડી ઓછી થઈ હતી, પરંતુ હવે ફરી એક વખત તાજમહેલની દિવાલ લીલા રંગને કરવામાં વ્યસ્ત થઈ ગયા છે.
અમે અહીં જે કીડાની વાત કરી રહ્યા છીએ એને સાયન્ટિફિક ભાષામાં ગોલ્ડી કાઈરોનોમસ તરીકે ઓળખવામાં આવે છે. આ કીડા ગંદા પાણીમાં ઉત્પન્ન થાય છે અને ત્રાસદાયક વાત તો એ છે કે એક માદા એક જ વખતમાં હજારથી વધુ ઈંડા આપે છે. આ જંતુઓ બે દિવસ સુધી જીવે છે અને આ કીડાઓની સંખ્યામાં ઉનાળામાં ઘટાડો જોવા મળે છે, પણ શિયાળામાં આ કીડાઓ તાજમહેલ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે.
વાત જાણે એમ છે કે આ કીડા તાજમહેલના જે પણ ભાગમાં બેસે છે થોડા સમય બાદ તેઓ ત્યાં મળવિસર્જન કરે છે અને એને કારણે તાજમહેલની સફેદ દીવાલો લીલા રંગની થઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર આ કીડા તાજમહેલની સુંદરતા માટે જોખમી છે. વૈજ્ઞાનિકો આ કીડાને ખતમ કરવા માટે અલગ અલગ પ્રકારના પ્રયોગો કરી રહ્યા છે, પણ તેમાં એમને ખાસ કોઈ સફળતા હાંસિલ થઈ નથી.