સ્ટ્રોક આવતા પહેલા શરીરમાં દેખાવા લાગે છે આ લક્ષણો, જો સમયસર ઓળખવામાં આવે તો જીવ બચી શકે છે

સ્ટ્રોકને બ્રેઈન એટેક પણ કહેવામાં આવે છે. જ્યારે મગજને યોગ્ય રીતે રક્તનો પુરવઠો ના પહોંચે અથવા મગજની રક્તવાહિનીઓ ફાટી જાય ત્યારે આ સ્થિતિ થાય છે. આવી સ્થિતિમાં મગજમાં પૂરતો ઓક્સિજન પહોંચતો નથી, જેના કારણે મગજ કામ કરવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક સારવાર ન મળે તો અપંગતા કે મૃત્યુનું જોખમ રહેલું છે. જો કે, સ્ટ્રોક આવે તે પહેલાં, શરીરમાં કેટલાક લક્ષણો દેખાય છે. એક અભ્યાસ મુજબ, સ્ટ્રોકના 43% દર્દીઓએ સ્ટ્રોકના એક અઠવાડિયા પહેલા મિની-સ્ટ્રોકના લક્ષણોનો અનુભવ કર્યો હતો. બ્રેઈન સ્ટ્રોકની જેમ મિની સ્ટ્રોક પણ મગજમાં રક્ત પુરવઠામાં અવરોધને કારણે થાય છે. પરંતુ તેનાથી કાયમી નુકસાન થતું નથી અને 24 કલાકની અંદર તે જાતે જ સાજા થઈ જાય છે. જો કે, તેના લક્ષણોને હળવાશથી ન લેવા જોઈએ. સ્ટ્રોકના લક્ષણોને સમયસર ઓળખીને સારવાર લેવાથી દર્દીનો જીવ બચાવી શકાય છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે સ્ટ્રોકના 7 દિવસ પહેલા કયા લક્ષણો જોવા મળે છે .

હાથ અને પગમાં નબળાઇઃ-
સ્ટ્રોકના લગભગ સાત દિવસ પહેલા, વ્યક્તિ હાથ અને પગમાં નબળાઇ અનુભવી શકે છે. હાથ અથવા પગ જાણે કે નિષ્ક્રિય થઇ ગયા હોય એવું લાગે છે. જો આવા લક્ષણો દેખાય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આંખોમાં ઝાંખપઃ-
સ્ટ્રોકના સાત દિવસ પહેલા, દર્દીને અચાનક દ્રષ્ટિ ઓછી અથવા ઝાંખી થવા લાગે છે. તમારે આ લક્ષણને અવગણવું જોઈએ નહીં.

સંતુલન ગુમાવવુંઃ-
સ્ટ્રોકના સાત દિવસ પહેલા વ્યક્તિને શરીરનું સંતુલન જાળવવામાં મુશ્કેલી અનુભવાય છે. આવી સ્થિતિમાં દર્દીને ચાલવામાં તકલીફ પડે છે. એટલું જ નહીં, યોગ્ય રીતે સંતુલન ન રાખવાને કારણે વ્યક્તિ પડી પણ શકે છે.

યાદશક્તિની ખોટઃ-
સ્ટ્રોક પહેલા વ્યક્તિની યાદશક્તિ પર પણ અસર થવા લાગે છે. આવી સ્થિતિમાં, તેને વસ્તુઓ યાદ રાખવામાં અથવા કોઈપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવા લાગે છે.

મૂંઝવણઃ-
સ્ટ્રોકના સાત દિવસ પહેલા, વ્યક્તિ અચાનક મૂંઝવણ અનુભવવા લાગે છે. તેને વસ્તુઓ સમજવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત તેને બોલવામાં પણ તકલીફ પડે છે. તમારે ભૂલથી પણ આવા લક્ષણોને અવગણવા જોઇએ નહીં.

સ્પષ્ટ રીતે બોલવામાં મુશ્કેલીઃ-
સ્ટ્રોકના એક અઠવાડિયા પહેલા, દર્દી બોલવામાં મુશ્કેલી અનુભવી શકે છે. તે સ્પષ્ટ રીતે બોલી કે સમજી શકતો નથી. જો તમને આવા લક્ષણો દેખાય તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

ચક્કરઃ-
સ્ટ્રોકના સાત દિવસ પહેલા વ્યક્તિને ચક્કર આવવા લાગે છે. જો તમને કોઈ કારણ વગર અચાનક વારંવાર ચક્કર આવવા લાગે તો તરત જ તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.