નેશનલવેપારશેર બજારસ્પેશિયલ ફિચર્સ

આ તારીખે આવશે સ્વિગીનો IPO, ઇસ્યુ સાઈઝ આટલી રહી શકે છે

મુંબઈ: ફૂડ ડિલિવરી સર્વિસ Zomatoના IPOમાં નાણા રોકીને રોકાણકારોએ સારી કમાણી કરી હતી. હવે દેશની વધુ એક મોટી ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગી(Swiggy)નો IPOઓ પણ લીસ્ટ થવાનો છે. રિપોર્ટ્સ અનુસાર, Swiggy નો IPO આવતા મહિને 6 થી 8 નવેમ્બર, 2024 ની વચ્ચે આવવાની ધારણા છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે વિન્ડો 5 નવેમ્બર, 2024 ના રોજ ખુલે તેવી શક્યતા છે. આ ઓફરમાં આશરે રૂ. 3,750 કરોડના નવા શેર અને લગભગ 18.53 કરોડ શેરના ઓફર ફોર સેલ (OFS) સામેલ હશે. એકંદરે, કુલ ઇશ્યૂ રૂ. 11,700 કરોડ રહેવાની ધારણા છે.

મીડિયા અહેવાલો અનુસાર, નવા ઈશ્યુ કમ્પોનંટ વધારીને રૂ. 4,500 કરોડ થવાની ધારણા છે. કંપની હવે તેના અગાઉના $15 બિલિયનના લક્ષ્યની સરખામણીએ $11.3 બિલિયનના મૂલ્યાંકનનો ટાર્ગેટ ધરાવે છે. કંપની ખરાબ આઈપીઓ ઈચ્છતી નથી.

નોંધનીય છે કે, સ્વિગીની હરીફ ઝોમેટોએ તાજેતરમાં નેટ પ્રોફિટમાં 389% નો ઉછાળો નોંધાવ્યો હતો. Zomato રૂ. 8,500 કરોડ એકત્ર કરવા QIP (ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ) લાવી રહ્યું છે. 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં, Zomatoએ રૂ. 176 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો.

માર્ચ 2023 અને 2024 ની વચ્ચે સ્વિગીની આવકમાં 34% વૃદ્ધિ જોવા મળી હતી, જે FY23માં રૂ. 8,714.45 કરોડથી FY24માં રૂ. 11,634.35 કરોડ થઈ હતી. કંપનીની ખોટ પણ FY23માં રૂ. 4,179.31 કરોડથી ઘટીને FY24માં રૂ. 2,350.24 કરોડ થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button