રાષ્ટ્રીય યુવા દિવસ: સ્વામી વિવેકાનંદના જીવન બદલી નાખનારા પ્રેરક વિચારો, જે યુવાનોને આપશે સફળતાની નવી દિશા…

ભારતના મહાન આધ્યાત્મિક નેતા અને યુવાનોના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ દર વર્ષે 12મી જાન્યુઆરીના ઉજવવામાં આવે છે. આ જ દિવસને દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના વિચારો એ માત્ર કોઈ શબ્દો નથી, પરંતુ તે જીવન જીવવાની એક કળા છે.
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે અહીં તેમના કેટલાક અનમોલ અને પ્રેરણાદાયક વિચારો પ્રસ્તુત છે, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ચાલો નજર કરીએ સ્વામી વિવેકાનંદના પ્રેરક ક્વોટ્સ, પર જે તમને જીવનમાં આગળ વધવા અને સતત કંઈક નવું કરવાની પ્રેરણા આપશે-

⦁ દિવસમાં એકવાર તમારી જાત સાથે વાત કરો, નહીં તો તમે આ દુનિયાના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિને મળવાનું ચૂકી જશો.
⦁ જ્યાં સુધી તમે તમારી જાત પર વિશ્વાસ નથી કરતા, ત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ કરી શકતા નથી.
⦁ તમારે અંદરથી વિકસિત થવું પડશે. કોઈ તમને શીખવી શકતું નથી, કોઈ તમને આધ્યાત્મિક બનાવી શકતું નથી.
⦁ તમારી પોતાની આત્મા સિવાય બીજો કોઈ ગુરુ નથી.
⦁ આપણે એ જ છીએ જે આપણને આપણા વિચારોએ બનાવ્યા છે, તેથી તમે શું વિચારો છો તે બાબતે સાવધ રહો.
⦁ સત્યને હજાર અલગ-અલગ રીતે કહી શકાય છે, તેમ છતાં તે દરેક સત્ય હોઈ શકે છે.
⦁ પુસ્તકો અગણિત છે અને સમય ખૂબ જ ઓછો છે. જ્ઞાનનું રહસ્ય એ છે કે જે જરૂરી છે એનો સ્વીકાર કરો અને એ મુજબ જીવવાનો પ્રયાસ કરો.
⦁ કંઈ માંગશો નહીં, બદલામાં કંઈ ઈચ્છશો નહીં. જે તમારી પાસે છે એ આપી દો, એ તમારી પાસે પાછું આવશે જ, પણ અત્યારે તેના વિશે વિચારશો નહીં.
⦁ બાહ્ય પ્રકૃતિ એ માત્ર આંતરિક પ્રકૃતિનું જ વિશાળ સ્વરૂપ છે.



