લંપટ ચૈતન્યાનંદના મોબાઈલે ખોલ્યા અનેક રાજ, એર હોસ્ટેસના ફોટા અને ચેટ મળી આવી

નવી દિલ્હી : દિલ્હીની કોલેજમાં 17 વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરવાના આરોપી સ્વામી ચૈતન્યાનંદ સાથે જોડાયેલો અનેક માહિતી પ્રકાશમાં આવી રહી છે. પોલીસે ધરપકડ કર્યા બાદ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, પૂછપરછમાં તે સહયોગ નથી આપી રહ્યો. તેમજ વારંવાર ખોટું બોલી રહ્યો છે. જયારે મોબાઈલમાંથી એર હોસ્ટેસના ફોટા અને છોકરીઓ સાથેની ચેટ પણ જોવા મળી છે.
બે મહિલા સહયોગીની ધરપકડ
પોલીસે સ્વામી ચૈતન્યાનંદની બે મહિલા સહયોગીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેમને સ્વામી ચૈતન્યાનંદ સામે બેસીને પૂછપરછ કરવામાં આવી છે. જયારે ચૈતન્યાનંદે એર હોસ્ટેસના ફોટા ખેંચીને મોબાઈલમાં રાખ્યા હતા. તેમજ અનેક મહિલાઓના ડીપી સ્ક્રીન શોટ મોબાઈલમાં રાખતો હતો. તેમજ ચૈતન્યાનંદ હાલ પોલીસના સવાલોના ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે. આ ઉપરાંત મોબાઈલમાં મળેલી ચેટમાં યુવતીઓ સાથે પ્રલોભન આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
એફઆઈઆર નોંધવામાં આવી
પોલીસના જણાવ્યા અનુસાર ચૈતન્યાનંદે બેન્ક એકાઉન્ટને ચલાવવા માટે કથિત રીતે જુદા જુદા નામો અને સરનામાનો ઉપયોગ કર્યો હતો. ચૈતન્યાનંદ જેને ડૉ. પાર્થસારથીના નામથી પણ ઓળખવામાં આવે છે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં તે આર્થિક રીતે નબળા વર્ગોમાંથી આવતી છોકરીઓનું જાતીય શોષણ કર્યું છે. તેમજ તેનો વિરોધ કરવાની હિંમત કરનારને ફેલ કરવાની ધમકી પણ આપતો હતો.
અશ્લીલ મેસેજ મોકલતો હતો
આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે સ્વામી ચૈતન્યાનંદ વોટ્સએપ અને એસએમએસ દ્વારા પણ વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ મોકલતો હતો. આ રીતે વિદ્યાર્થિનીઓની માનસિક અને શારીરિક રીતે સતામણી કરવામાં આવતી હતી. વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓને ભણતરની સાથોસાથ તેમનું ભવિષ્ય દાવ પર લગાવવાની પણ ધમકી આપવામાં આવતી હતી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે રવિવારે આગ્રાના ફર્સ્ટ તાજગંજ હોટેલમાંથી ચૈતન્યનંદની ધરપકડ કરી હતી. તેની પાસેથી ત્રણ ફોન અને એક આઈપેડ મળી આવ્યું હતું.
ડો. મનમોહનસિંહને હરાવનારા દિલ્લી ભાજપના દિગ્ગજ નેતાનું નિધન, મુખ્યમંત્રી પદનો ચહેરો પણ બનેલા