મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

શાહરુખની ફિલ્મમાંથી રાતોરાત બદલાયા હતા સુષ્મિતા સેનના પોસ્ટર, ડિરેક્ટરે માંગી માફી…

ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ત્રણ દિવસ બાદ એટલે પાંચમી સપ્ટેમ્બરના ટીચર્સ ડે આવી રહ્યો છે. બોલીવૂડની ફિલ્મોમાં પણ એવી અનેક ફિલ્મો બનાવવામાં આવી છે કે જે ટીચર્સ ડે પર આધારિત છે અને એમાંથી જ એક ફિલ્મ એટલે શાહરૂખ ખાન અને સુષ્મિતા સેનની ફિલ્મ ‘મૈં હૂં ના’. આ ફિલ્મમાં શાહરૂખ ખાન મેજર રામ પ્રસાદ શર્માના રોલમાં જોવા મળ્યો હતો જ્યારે સુષ્મિતા સેને ટીચર ચાંદનીની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : સુષ્મિતા સેને 48 વર્ષની ઉંમરે લગાવેલા આ ઠુમકા કેમ થયા વાયરલ?

2004માં રીલિઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. શાહરૂખ અને સુષ્મિતા સિવાય આ ફિલ્મમાં અમૃતા રાવ, સુનિલ શેટ્ટી અને ઝાયેદ ખાને પણ કામ કર્યું હતું. જોકે, તમને એ વાતનો ખ્યાલ છે કે આ ફિલ્મમાં સુષ્મિતા સેનના પોસ્ટર રાતોરાત બદલાઈ ગયા હતા. ફિલ્મનાં નિર્દેશક ફરાહ ખાને સુષ્મિતા સેનની માફી પણ માંગી હતી. અહીંયા તમારી જાણ માટે કે આ ફિલ્મમાં સુષ્મિતાનો ખૂબ જ નાનકડો રોલ હતો.

વર્ષ 2023માં એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં સુષ્મિતા સેને આ મુદ્દે વાત કરી હતી. આ ફિલ્મમાં સુષ્મિતાનો રોલ ટૂંકો હતો, પણ તે ખૂબ જ પ્રભાવશાળી હતો. આ નાનકડાં રોલને કારણે સુષ્મિતા પણ ડરી ગઈ હતી. એટલું જ નહીં જ્યારે ફરાહાએ ફિલ્મનું ફાઈનલ એડિટ જોયું તો તેણે સુષ્મિતાને ફોન કરીને તેની માફી માંગી હતી.

આ પણ વાંચો : એક્સ અંગે સુષ્મિતા સેને કર્યો ચોંકાવનારો ખુલાસો, મર્યાદા જરુરી

સુષ્મિતાએ કહ્યું કે ‘ફરાહ ખાને મને ફોન કર્યો અને કહ્યું કે ‘સુશ (સુષ્મિતા) મેં ફાઇનલ એડિટ જોયું છે અને મારે તારી માફી માંગવી છે. શાહરૂખ, ઝાયેદ અને અમૃતાની ભૂમિકાઓ છે, પરંતુ ત્યાં તું ભાગ્યે જ જોવા મળે છે. મેં એને કહ્યું કે કંઈ વાંધો નહીં ફરાહ. અમારી વચ્ચે એક ડીલ ફાઈનલ થઈ અને સોદો થયો. તે તારું વચન પાળ્યું અને મેં મારું વચન પાળ્યું. હવે થઈ ગયું એ થઈ ગયું એની ચિંતા કરીશ નહીં.

વધુમાં સુષ્મિતાએ આગળ એ પણ જણાવ્યું હતું કે કઈ રીતે ફિલ્મના પોસ્ટર રાતોરાત બદલાઈ ગયા અને ખૂબ જ નાનો રોલ હોવા છતાં તેને પણ પોસ્ટરમાં સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત ફિલ્મની સ્ક્રિનિંગ દરમિયાન યશ ચોપરાએ પણ સુષ્મિતા સેનને ફોન કરીને તેના કામના ખૂબ વખાણ કર્યા હતા. મને જે પ્રતિક્રિયા મળી તેનાથી મને લાગ્યું કે કંઈક બદલાઈ ગયું છે. રોલ નાનો હતો પણ જોરદાર હતો. પ્રેક્ષકોની પ્રતિક્રિયા એટલી સારી હતી કે અગાઉ આખી મુંબઈમાં ‘મૈં હૂં ના’ના પોસ્ટરોમાં ઝાયેદ ખાન, અમૃતા રાવ અને શાહરૂખ અથવા શાહરૂખ એકલા હતા, પરંતુ તેના રિલીઝ પછી દરેક પોસ્ટરમાં શાહરૂખ અને સુષ્મિતા સેન જોવા મળી હતી.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker