Suryagrahan 2024: આ તારીખે છે વર્ષનું બીજું સૂર્યગ્રહણ! જાણો કયા દેખાશે અને સૂતકકાળ રહેશે કે કેમ ?

હિન્દુ ધર્મમાં ગ્રહણનું વિશેષ મહત્વ રહેલું છે. જોકે 2024ના વર્ષે આવનાર સૂર્યગ્રહણની વાત કરીએ તો આ વર્ષે કુલ બે ગ્રહણો લાગવાના છે. જેમાંથી એક ગ્રહણ ગઈ 8 એપ્રિલના રોજ હતું જ્યારે બીજું સૂર્ય ગ્રહણ ટૂંક સમયમાં જ લાગવાનું છે. સૂર્યગ્રહણ આમ તો એક ખગોળીય ઘટના છે. સૂર્યગ્રહણનું જ્યોતિષશાસ્ત્રની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ રહેલું છે. પરંતુ હિન્દુ માન્યતાઓ મુજબ તે બાર રાશિના લોકોને અસર કરનારું છે. આવનારુ સૂર્યગ્રહણ ring of fire એટલે કે વલય આકાર સૂર્યગ્રહણ રહેવાનું છે. તો ચાલો જાણીએ વર્ષનું બીજું સૂર્યગ્રહણ કે ક્યારે લાગવાનું છે અને તે ભારતમાં દેખાશે કે નહીં ?
આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ભાદરવી અમાસના રોજ એટલે કે 2 ઓક્ટોબરના રોજ રહેશે. આ સૂર્યગ્રહણ સવારે 9 વાગીને ૧૩ મિનિટે શરૂ થશે અને મોડી રાત્રે 3 વાગીને 17 મિનિટે પૂર્ણ થશે. સૂર્યગ્રહણનો કુલ સમય છ કલાક ચાર મિનિટ રહેશે. જોકે આ વર્ષના બંને સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાના નથી કારણ કે બંને સૂર્યગ્રહણો ભારતીય સમય મુજબ રાત્રિના સમયે લાગવાના છે.
સૂર્યગ્રહણ કયા દેખાશે:
તો આ સૂર્યગ્રહણ અમેરિકાના ઉત્તર ભાગોમાં, અર્જેન્ટિના, આર્કટિક, પેરુ, બ્રાઝિલ, ફીઝી, પ્રશાંત મહાસાગર, દક્ષિણ અમેરિકા સહિતના વિસ્તારોમાં દેખાશે.
સૂતકકાળ લાગશે કે નહિ ?
ભારતીય માન્યતાઓ અનુસાર ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા સૂતક લાગતું હોય છે, પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી સૂતકકાળ માન્ય રહેશે નહીં. જોકે સૂર્ય ગ્રહણની રાશિ પરની અસરો યથાવત રહેવાની છે.