21મી સપ્ટેમ્બરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, ઘટસ્થાપના પહેલાં કરો આ ખાસ ઉપાય… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

21મી સપ્ટેમ્બરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, ઘટસ્થાપના પહેલાં કરો આ ખાસ ઉપાય…

21મી સપ્ટેમ્બરના વર્ષનું છેલ્લું બીજું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. સૂર્ય ગ્રહણના બીજા દિવસથી જ શારદીય નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. 22મી સપ્ટેમ્બરના રાતે 1.23 કલાકે પ્રતિપદા તિથિનો પ્રારંભ થશે. પ્રતિપદાની તિથિ પર જ ઘટ સ્થાપના કરવામાં આવે છે. આવી સ્થિતિમાં લાખ રૂપિયાનો સવાલ એ છે કે સૂર્ય ગ્રહણના બીજા દિવસે ઘટસ્થાપના કઈ રીતે થશે અને કળશ સ્થાપના પહેલાં કેવા અને કયા ઉપાય કરવા જોઈએ?

ભારતીય સમય અનુસાર સૂર્ય ગ્રહણ 21મી સપ્ટેમ્બરના રાતે 10.59 કલાકથી શરૂ થશે અને મોડી રાતે 03.23 કલાકે સમાપ્ત થશે. આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે એટલે ભારતમાં સૂતક કાળ માન્ય નહીં રહે. સૂતક કાળ માત્ર ત્યાં જ લાગુ પડે છે જ્યાં ગ્રહણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં ન તો ભારતમાં મંદિરો બંધ થશે કે ન તો પૂજા-પાઠ કે અન્ય કોઈ ધાર્મિક કાર્ય પર રોક લગાવવામાં આવશે. લોકો પોતાની દિનચર્યા અનુસાર ધાર્મિક ગતિવિધિઓ કરી શકશે.

આ પણ વાંચો: નવરાત્રિ 2025: ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે? જાણો કઈ તિથિએ કયા દેવીની પૂજા કરશો

હિંદુ ધર્મમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણને શુભ નથી માનવામાં આવતું. એવી માન્યતા છે કે ગ્રહણ સમાપ્ત થયા બાદ નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પૃથ્વી પર જોવા મળે છે એટલે શારદીય નવરાત્રિ શરૂ થાય એ પહેલાં કેટલાક કામ કરવા ખૂબ જ જરૂરી છે. જેનાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય.

ગ્રહણ બાદ ઘટસ્થાપના પહેલાં આટલું ચોક્કસ કરો-

ઘરની સફાઈ કરોઃ

ગ્રહણ પૂરું થયા બાદ પણ તેની નકારાત્મક અસર પૃથ્વી પર જોવા મળે છે એટલે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને ઘરની સાફ-સફાઈ કરો. એમાં પણ ખાસ કરીને પૂજાસ્થળ એટલે કે મંદિરને સ્વચ્છ અને પવિત્ર કરવું ખૂબ જ જરૂરી છે.

ગંગાજળનો છંટકાવ કરોઃ

ગંગાજળથી ઘરનું વાતાવરણ પવિત્ર અવે શાંત થઈ જાય છે, એટલે ગ્રહણ સમાપ્ત થયા બાદ ઘરના દરેક ખૂણે, પૂજા સ્થળ, દરવાજા વગેરે જગ્યાએ ગંગાજળનો છટકાવ કરો. પૂજાની સામગ્રીને પણ ગંગાજળથી શુદ્ધ કરો. ઘટસ્થાપના કે કળશ સ્થાપના માટે જે પણ સામગ્રી છે તેના પર પણ ગંગાજળનો છંટકાર કરો.

સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરોઃ

પૂજા શરૂ કરતાં પહેલાં સ્નાન કરીને શુદ્ધ અને સાફ-સુથરા કપડાં પહેરો. પીળા રંગના કપડાં પહેરવું ખૂબ જ શુભ રહેશે. નવરાત્રિમાં પીળા રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે સમૃદ્ધિ, સુખ-શાંતિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ઘટસ્થાપનાના દિવસે પીળા વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button