એક એવો ટાપુ કે જ્યાં પુરુષો માટે છે નો એન્ટ્રી, કારણ જાણીને ચોંકી ઉઠશો…

હેડિંગ વાંચીને તમે થોડા ચોંકી ગયા હશો અને કદાચ એકાદ મિનિટ લાગી હશે તમને આ વાતને ડાઈજેસ્ટ કરવા માટે કે ધરતી પર કોઈ એવી જગ્યા આવેલી છે કે જ્યાં પુરુષોની એન્ટ્રી બેન છે. વિચિત્ર લાગશે, પણ આ હકીકત છે. આજે આપણે અહીં એક એવી જગ્યા વિશે વાત કરીશું કે જ્યાં પુરુષોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય? આ સ્થળ વિશે જાણવું હોય તો તમારે ચોક્કસ જ આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.
આપણે અહીં જે જગ્યા વિશે વાત કરીએ રહ્યા છીએ એ છે ફિનલેન્ડના દરિયાકાંઠે આવેલો સુપરશી આઇલેન્ડ (SuperShe Island). આ ટાપુ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યું છે એનું કારણ એવું છે કે આ આઈલેન્ડને દુનિયાભરમાં મહિલાઓના સ્વર્ગ તરીકેની ઓળખ મળી છે. લોકો આ આઈલેન્ડ વિશે વાત કરી રહ્યા છે ત્યારે ચાલો આપણે પણ જાણીએ કે આખરે આવું કેમ અને ક્યારથી આ વિચિત્ર લાગતો નિયમ ટાપુ પર લાગુ કરવામાં આવ્યો છે.

બાલ્ટિક સમુદ્રની વચ્ચે આવેલો 8.4 એકરમાં ફેલાયેલો આ પ્રાઇવેટ આઈલેન્ડ એકદમ સ્વર્ગ સમાન છે. આ આઈલેન્ડની ખાસિયત વિશે વાત કરીએ તો આ આઈલેન્ડ પર મહિલાઓને કોઈ પણ પ્રકારના મેલ અટેન્શન વિના તેમ જ સામાજિક દબાણ વિનાનું મુક્ત અને સ્વતંત્રપણે જીવન જીવવાની, સમય પસાર કરવાની આઝાદી મળે છે.
લક્ઝરી અને પ્રાઈવસીનું અદભૂત સંગમ
આ ટાપુ પર ઘનઘોર જંગલો, પથરાળ દરિયાકિનારો, ફિનિશ સૌના (Sauna) અને અત્યંત વૈભવી લાકડાના વિલા આવેલા છે. અહીંની પ્રાઈવસી જાળવી રાખવા માટે એક સમયે માત્ર ૮ મહિલાઓને જ રહેવાની પરવાનગી આપવામાં આવે છે. અહીં આવતી મહિલાઓ યોગ, મેડિટેશન, હેલ્ધી ડાયટ અને સમુદ્ર કિનારે વોક કરીને પોતાની જાતને રિચાર્જ કરે છે.

કોણે કરી હતી શરૂઆત?
આ આઇલેન્ડની કલ્પના અમેરિકાના પૂર્વ ટેક સીઈઓ ક્રિસ્ટિન રોથ દ્વારા કરવામાં આવી હતી. તેમણે ૨૦૧૮માં આ ટાપુ ખરીદ્યો હતો. રોથનું માનવું હતું કે પુરુષોની હાજરીને કારણે મહિલાઓ ઘણીવાર પોતાની સુંદરતા કે વર્તણૂક પ્રત્યે વધુ પડતી સજાગ (Conscious) થઈ જાય છે. તેઓ એક એવી જગ્યા બનાવવા માંગતા હતા જ્યાં મહિલાઓ મેકઅપ વગર રહી શકે, ખડખડાટ હસી શકે અને પોતાની ક્ષમતાઓને ઓળખી શકે.

માલિક બદલાયા પણ નિયમો નહીં!
વર્ષ 2023માં આ ટાપુને એક પુરુષ શિપિંગ એક્ઝિક્યુટિવ દેયાન મિહોવે આશરે 1 મિલિયન યુરો એટલે કે અંદાજિત 10 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. નવાઈની વાત એ છે કે, માલિક પુરુષ હોવા છતાં આ આઇલેન્ડના મૂળ કોન્સેપ્ટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે પણ અહીં મહિલાઓનું જ રાજ ચાલે છે.

પુરુષોને ક્યારે મળે છે પ્રવેશ?
આ સુપરશી આઈલેન્ડ પર પુરુષોને માત્ર પ્લમ્બિંગ કે પછી મેન્ટેનન્સ જેવા જરૂરી કામો માટે જ પ્રવેશ આપવામાં આવે છે. જોકે, મહિલાઓની આઝાદીમાં ખલેલ ન પહોંચે તે માટે મેનેજમેન્ટ દ્વારા મોટાભાગે મહિલા પ્રોફેશનલ્સને જ નોકરી પર રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ જો કોઈ વખત એવું ના થઈ શકે એવા કેસમાં જ આઈલેન્ડ પર પુરુષોને પ્રવેશ આપવામાં આવે છે.
છે ને એકદમ અનોખી અને ઈન્ટરેસ્ટિંગ માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી અજબગજબની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…ભારતના આ ખતરનાક ટાપુ પરથી જીવતા પાછા ફરવું છે મુશ્કેલ, કારણ જાણીને રૂંવાડા ઊભા થઈ જશે…



