ઉત્સવવિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

કન્ટેન્ટ ક્રિએટર: નંબર વન કારકિર્દી

નરેન્દ્ર કુમાર
સોશિયલ મીડિયા પર હાલમાં જે કન્ટેન્ટ ક્રિએટર્સની લાંબી ફોજ છે તેમાંથી અમુકે જ વિચાર્યું હશે કે ભવિષ્યમાં તેઓ જાણીતા કન્ટેન્ટ ક્રિએટર્સ અથવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ બની જશે. શરૂઆતમાં કેટલાકે આ સફર ફક્ત શોખ ખાતર શરૂ કરી હતી, પરંતુ આજે સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ ક્રિએશનની એક મોટી ઇકોનોમી બની ગઇ છે. વિશ્ર્વની વાત અલગ રાખીએ, ફક્ત હિન્દુસ્તાનની વાત કરીએ તો ૧૦ લાખથી વધુ લોકો જે યૂ-ટ્યૂબ પર પોતાના શોખને ખાતર નહીં, પણ પોતાની રોજીરોટી રળવા માટે કન્ટેન્ટ અપલોડ કરે છે. તેમ છતાં આ અંગે કોઇ સત્તાવાર આંકડો તો નથી, પરંતુ વિવિધ અનુમાન લગાવનારા ગ્રુપ જેઓ સક્રિય છે તેમના જણાવ્યાનુસાર સોશિયલ મીડિયા પર અંદાજે છ લાખ લોકો મધ્યમ સ્તરની કમાણી કરી લે છે એટલે કે તેમને દર મહિને અંદાજે રૂ. ૩૫,૦૦૦થી રૂ. ૪૦,૦૦૦ મળી રહે છે. અંદાજે વીસથી ૩૦ હજાર એવા કન્ટેન્ટ ક્રિએટર્સ છે જેઓ દર મહિને સરેરાશ ૭૦થી ૮૦ હજાર રૂપિયા કમાવે છે. આ સિવાય અંદાજે ૫,૦૦૦ એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જેેઓ વર્ષના રૂ. ૧૨થી રૂ. ૧૪ લાખ કમાવે છે અને ૩૦૦થી ૫૦૦ એવા કન્ટેન્ટ ક્રિએટર્સ છે જેમની વર્ષની આવક રૂ. પચાસ લાખ અથવા તેનાથી વધુ છે.

આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ધીરે ધીરે કેવી રીતે સોશિયલ મીડિયા એક મોટી અર્થવ્યવસ્થાના રૂપમાં આગળ વધી રહી છે. એક અમેરિકી અધ્યયન પ્રમાણે ૨૦૨૨ના અંત સુધી કન્ટેન્ટ ક્રિએશન ઇકોનોમી ૨૧ અબજ ડૉલરની પાર પહોંચી ગઇ હતી અને ૨૮થી ૩૦ ટકાના દરે નિયમિત રીતે આગળ વધી રહી હતી. ૨૦૨૦-૨૧માં તો કન્ટેન્ટ ઇકોનોમી ૧૦૦થી ૧૭૫ ટકા વધી હતી. આજની લાઇફસ્ટાઇલનો સોશિયલ મીડિયા ક્ધટેન્ટ જે રીતે હિસ્સો બની ગયો છે તે જોઇને એવું જરાય લાગતું નથી કે આ ક્ષેત્રે ક્યારેય મંદી આવશે. એનું એક કારણ એ પણ છે કે ઉદ્યોગ જગતમાં પોતાના કારોબાર સૌથી સસ્તી જાહેરખબર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી શકાય છે અને ભવિષ્યમાં પણ આવી જાહેરખબરો સસ્તામાં જ આપી શકાશે. એટલે જ ફક્ત ભારતની કન્ટેન્ટ ઇકોનોમી ૩૦૦ અબજ રૂપિયા પાર કરી ચૂકી છે અને વૈશ્ર્વિક સ્તરે ક્ધટેન્ટ ઇકોનોમી ૧,૦૦૦ અબજ રૂપિયાને પાર પહોંચી ગઇ છે.

આ તમામ નિષ્કર્ષો તરફથી એક વાત તો સાફ થઇ ગઇ છે કે ભવિષ્યમાં કન્ટેન્ટ ક્રિએટરોની માગ વધુ હશે. ખાસ કરીને આગામી વીસથી પચીસ વર્ષથી ભારતમાં આની બોલબાલા તો રહેવાની જ છે. જે રીતે ભારત વિકાસશીલથી વિકસિત દેશ તરફ આગળ વધશે સોશિયલ મીડિયા પર તેની ધમધમાટી બની રહેશે અને આ હાલચાલ જ કન્ટેન્ટ ઇકોનોમીને નવી ઊંચાઇ પર લઇ જશે.

સવાલ એ છે કે જો તમને આ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવું હોય તો તમારામાં કોઇ વિષય પર સંશોધન, લેખન, સંપાદનની સાથેસાથે ટાર્ગેટ ઓડિયન્સની જરૂરિયાતોને સમજવાના ગુણ છે? કોઇ પણ કન્ટેન્ટ ક્રિએટરને સૌથી પહેલા એક એવા લેખક બનવાનું હોય છે જેના લખાણને ઓડિઅન્સ જોવા અથવા વાંચવા માટે ઉત્સુક હોય. તમારામાં કન્ટેન્ટ ક્રિએટર બનવાના તમામ ગુણ હોવા જરૂરી હોય છે.

આવનારા દિવસોમાં ક્ધટેન્ટ ક્રિએશન એક વ્યક્તિગત બિઝનેસ નહીં રહે, પણ તેની માટે ટીમ પણ બનાવવી પડશે તેથી પ્રોફેશન કેમેરામેનથી લઇને પ્રોફેશનલ વીડિયો એડિટર સુધીની માગ વધુ રહેશે, પણ શરૂઆતમાં આ બધા કામ તમને જ શિખવા પડશે જેથી આ ક્ષેત્રમાં પગદંડો જમાવી શકાય. જ્યાં સુધી કન્ટેન્ટ ક્રિએટર બનવાનો સવાલ છે ત્યાં સુધી ઔરચારિક ડિગ્રી માટે રાઇટિંગ, કૉપી રાઇટિંગ, ક્ધટેન્ટ સ્ટ્રેટેજી, સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએશન અને કન્ટેન્ટ મેનેજમેન્ટ જેવા કોર્સ પર વિચાર કરી શકાય છે. યુડેમી, લિંક્ડઇન લર્નિંગ અને હૉબ્સ્પૉટ જેવા પ્લેટફોર્મ પૂરી દુનિયામાં ઉપલબ્ધ છે જે આ ક્ષેત્રમાં તમામ વ્યવહારિક કોર્સ મફતમાં કરાવે છે અથવા બહુ નજીવો ચાર્જ કરે છે. આ સિવાય ઘણા ઓનલાઇન કોર્સ પણ છે જેની તમે પસંદગી કરી શકો છો.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…