સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, આ ત્રણ રાશિના જાતકોને મળી રહ્યો છે બમ્પર લાભ…
ગ્રહોના રાજા સૂર્ય દર મહિને સૂર્ય રાશિ પરિવર્તન તો કરે જ છે પણ એની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનની સાથે સાથે નક્ષત્ર પરિવર્તનની પણ 12 રાશિ પર સારી અને ખરાબ બંને અસર જોવા મળે છે. 15મી જાન્યુઆરીએ સૂર્યએ રાશિ પરિવર્તન કર્યું હતું અને હવે ચાર દિવસ બાદ એટલે કે 24મી જાન્યુઆરીના સવારે 8.10 કલાકે મિનીટ પર સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે.
સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરીને શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરવા જોઈ રહ્યો અને સાતમી ફેબ્રુઆરી સુધી આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. અહીંયા તમારી જાણ માટે કે શ્રવણ નક્ષત્રના સ્વામી ચંદ્રમા છે અને એની સાથે સાથે જ એનો સંબંધ મકર રાશિ સાથે પણ છે, જેને કારણે શનિનો પ્રભાવ પણ જોવા મળશે. સૂર્યના શ્રવણ નક્ષત્રમાં પરિવર્તનને કારણે ત્રણ રાશિના જાતકોને બંપર લાભ થઈ રહ્યો છે.
આવો જોઈએ સૂર્યના આ રાશિ પરિવર્તનને કારણે કઈ કઈ રાશિઓને વિશેષ લાભ મળી રહ્યો છે…
સૂર્યના શ્રવણ નક્ષત્રમાં રહીને આ રાશિના દસમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા અને પ્રસિદ્ધિ મળી રહી છે. કામના સ્થળે પણ તમારા કામની પ્રશંસા થઈ રહી છે, જેના આધારે તમને પદોન્નતિ અને પગારવધારો મળી શકે છે. નવી નોકરી શોધી રહેલાં લોકોને સારી નોકરીની ઓફર મળી રહી છે. વિદેશયાત્રાના યોગ બની રહ્યા છે. વેપારમાં સારું રિટર્ન મળી રહ્યું છે. પાર્ટનરશિપમાં ચાલી રહેલાં વેપારમાં પણ સારી એવી સફળતા મળી રહી છે.
સૂર્ય શ્રવણ નક્ષત્રમાં પ્રવેશીને આ રાશિના છઠ્ઠા ભાવમાં બિરાજમાન રહેશે. તમારી જાણ માટે સૂર્ય પ્રથમ ભાવના સ્વામી છે આવી પરિસ્થિતિમાં આ રાશિના જાતકોને અપાર સફળતા મળી રહી છે. કરિયરમાં સારી એવી સફળતા મળી રહી છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. કામમાં આવી રહેલાં અવરોધો દૂર થઈ રહ્યા છે. જીવનસાથી સાથે સારો એવો તાલમેલ બની રહ્યો છે. વાદ-વિવાદથી છુટકારો મળી રહ્યો છે.
ગ્રહોના રાજા સૂર્ય શ્રવણ નક્ષત્રમાં પ્રવેશીની આ રાશિના જાતકોની કુંડલીના બીજા ભાવમાં બિરાજમાન રહેશે. આવી પરિસ્થિતિમાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. પિતાનું પૂરેપૂરું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. પરિવાર સાથે સારો એવો સમય પસાર કરશો. જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિનું આગમન થઈ રહ્યું છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળતાં બિઝનેસ અને કરિયરમાં સારો એવો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા પણ પૂરી થઈ રહી છે.