સૂર્યએ કર્યું પાપી ગ્રહ રાહુના નક્ષત્રમાં ગોચર, ત્રણ રાશિના જાતકો પરપ થશે પૈસાનો વરસાદ…
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. જેને જ્યોતિષાચાર્યો સંક્રાંતિ તરીકે પણ ઓળખે છે. તમામ ગ્રહોમાં સૂર્ય એક માત્ર એવો ગ્રહ છે કે જે ક્યારેય અસ્ત કે ઉદય નથી પામતો. આજે એટલે કે 24મી ઓક્ટોબરના દિવસે સૂર્યએ પાપી ગ્રહ તરીકે ઓળખાતા રાહુના નક્ષત્ર સ્વાતિમાં ગોચર કર્યું છે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર ઓછા વધતા પ્રમાણમાં અસર જોવા મળશે, પરંતુ કેટલીક રાશિઓ પર આની વિશેષ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભ રાશિના જાતકો માટે પાપી ગ્રહ રાહુના નક્ષત્રમાં સૂર્યનું થઈ રહેલું ગોચર લાભદાયી રહેશે. નોકરીયાત જાતકોને આવકમાં વધારો થશે. જેનાથી તેમને માનસિક શાંતિનો અહેસાસ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામ આવશે. માતા તરફથી ગિફ્ટ મળી શકે છે. જો સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા સતાવી રહી હતી તો તેમાં પણ રાહત મળી શકે છે.
સિંહ રાશિના જાતકો પર સૂર્ય ગોચરની સકારાત્મક અસર જોવા મળશે. આ રાશિના જાતકો સ્વાસ્થ્ય પર પણ આ ગોચરનો પ્રભાવ જોવા મળશે. જો તમને નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા તો એના માટે આ સમય અનુકૂળ રહેશે અને તમને ટૂંક સમયમાં જ નવી નોકરી મળી શકે છે. વેપારીઓના વેપારનો વિસ્તાર થશે અને એને કારણે નફો પણ વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.
મીન રાશિના જાતકો માટે આજે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન લાભદાયી રહેવાનો છે. કુંવારા લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. જીવનસાથી સાથે રોમેન્ટિક પળ માણશો. નોકરી કરી રહેલાં લોકોને પગાર વધારો અને પ્રમોશન મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારીઓને નફો થતાં ખુશીનો પાર નહીં રહે.
આ પણ વાંચો : 36 દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?