સૂર્યએ કર્યો નીચ રાશિમાં ગોચર, આ રાશિના જાતકોના જીવનમાં થશે ઉથલપાથલ…
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને એટલું જ નહીં પણ તેને સત્તાધારી તેમ જ રાજાશાહી માટે પણ જવાબદાર છે, સૂર્યએ મિત્ર ગ્રહ બુધને કન્યા રાશિમાં છોડીને ગઈકાલે એટલે કે બુધવાર 18મી ઓક્ટોબર, 2023ના રોજ બપોરે 03:38 વાગ્યે તુલા રાશિમાં ગોચર કર્યું છે. અન્ય ગ્રહોની જેમ જ સૂર્યની ત્રણ સ્થિતિઓને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને બળવાન માનવામાં આવે છે. ઉદાહરણ આપીને વાત કરવાની થાય તો સૂર્યની પોતાની રાશિ સિંહ છે, આ ઉપરાંત સૂર્યની ઉચ્ચ રાશિની વાત કરીએ તો તે મેષ છે અને તેની નીચ રાશિ તુલા છે.
જ્યારે સૂર્ય સિંહ અને મેષ રાશિમાં હોય તે તેઓ શુભ પરિણામો આપે છે, પણ જ્યારે સૂર્ય તેની નીચ રાશિ તુલામાં ગોચર કરે છે ત્યારે તે શુભ પરિણામને બદલે અશુભ પરિણામો આપે છે. 18મી ઓક્ટોબરના સૂર્ય મંગળ સાથે પણ યોગ સંબંધ સ્થાપિત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળ પહેલાંથી જ તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. પરિણામે, એક રાશિમાં બે અગ્નિ તત્વોના ગોચરની અનેક રાશિના લોકો પર તીવ્ર અસર જોવા મળશે. પરંતુ અહીં આપણે વાત કરીએ એવી રાશિ વિશે કે જેઓ પર આ ગોચરની વિપરીત અસર જોવા મળશે અને તેમના જીવનમાં ઉથલ પાથલ મચવાની છે.
મેષઃ સૂર્યએ પાંચમા ઘરનો સ્વામી થઈને મેષ રાશિના સાતમા ભાવમાં ગોચર કર્યું છે. પરિણામે આ રાશિના જાતકોની આક્રમકતા અને તીક્ષ્ણતામાં વૃદ્ધિ થશે. વૈવાહિક જીવન કે પ્રેમ સંબંધમાં તણાવભરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. ભાગીદારીમાં વ્યવસાય કરી રહેલા લોકોને બિઝનેસમાં તાનો સામનો કરવો પડશે. સંતાન તરફથી નકારાત્મક વલણ અને વાતો સાંભળવા અને જોવા મળશે. પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા સતાવી શકે છે. આ સમય દરમિયાન માનસિક શાંતિ રાખીને ચિંતાને ખંખેરીને સમજી વિચારીને આગળ વધવું.
વૃષભઃ સૂર્યના તુલા રાશિના ગોચરને કારણે આ રાશિના જાતકોને કોઈ જૂના રોગ કે પછી કર્જામાંથી મુક્તિ મળશે. કાયકાદીય બાબતોમાં જીત હાંસિલ થશે. કોઈ કારણસર આ સમયગાળા દરમિયાન લાંબી મુસાફરી પર જવાના યોગ બની રહ્યા છે. આંખની સમસ્યા તાણનું કારણ બની શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા સતાવશે અને તેમની સાથે વાદ-વિવાદ થવાની પૂરેપૂરી શક્યતા છે.
મિથુનઃ સૂર્યએ આ રાશિના જાતકોના જીવનમાં પરાક્રમેશ થઇ પાંચમા ભાવમાં ગોચર કર્યું છે. સામાજિક પદ, પ્રતિષ્ઠા અને બહાદુરીમાં ઘટાડો થઈ શકે છે. આવક અને નફાના માધ્યમો અંગે મનમાં વિચલનની શક્યતા છે. અભ્યાસ અને અધ્યાપન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સામાન્ય રીતે પ્રતિકૂળ સમય હોઈ શકે છે. પેટની સમસ્યાને કારણે તણાવ થઈ શકે છે. બાળકો તરફથી સામાન્ય ચિંતાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. પિતાના વર્તન અને સ્વાસ્થ્યને કારણે તમારા લોકો વચ્ચે તણાવ વધી શકે છે, એટલે શક્ય હોય એટલું ધીરજથી કામ લો.
કર્કઃ ધનેશ થઇ સૂર્યએ આ રાશિના જાતકોના સુખ ભાવમાં ગોચર કર્યું છે. પારિવારિક બાબતોમાં તમને અસંતોષની લાગણી થઈ શકે છે. તમારા રોષમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્યમાં અસ્વસ્થતા અનુભવાશે. ચિંતા અને બીપીની સમસ્યામાં પણ વધારો જોવા મળી શકે છે. માતાના સ્વાસ્થ્યમાં પણ સમસ્યા આવશે. પારિવારિક બાબતોમાં મન મૂંઝવણમાં રહેશે. સરકારી તંત્ર તરફથી લાભ થવાની સંભાવના રહેશે. ઘર, વાહન કે સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની પૂરેપૂરી શક્યતા છે.
સિંહઃ સૂર્યએ તેની નીચ રાશિમાં ગોચર કરીને શૌર્યના ઘરમાં ગોચર કર્યું છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોરોના જીવવમાં ભાઈઓ, મિત્રો અને સંબંધીઓની કંપનીમાં સકારાત્મક વૃદ્ધિ થશે. વીરતા વધશે. મનોબળ અને વિચારોમાં નકારાત્મકતા રહી શકે છે. સામાજિક ક્ષેત્રે વૃદ્ધિ થઈ શકે છે. ગુસ્સામાં તીવ્રતા આવી શકે છે. તમારા કામમાં ભાગ્ય તમારો સાથ આપશે. તમને તમારા પિતા તરફથી સહયોગ અને સાથ મળશે. માનસિક શાંતિ જોખમાશે.