સ્પેશિયલ ફિચર્સ

Success Story : નાણાંની તંગીના લીધે છોડયો હતો અભ્યાસ, આજે કરે છે વાર્ષિક 7 કરોડની કમાણી…

લખનૌ : “મન હોય તો માળવે જવાઈ” ની કહેવત ક્યારેય નાણાંની તંગીના લીધે અભ્યાસ છોડી દેનારા નિતેશ અગ્રવાલે ચરિતાર્થ કરી છે. જો કે તેની શરૂઆત સહેલી ન હતી. નિતેશે બિઝનેશ માં અનેક ચઢાવ -ઉતાર જોયા છે. તે ચિકનકારી કળા સાથે જોડાયેલો બિઝનેશ કરે છે. આજે તેનો બિઝનેશ 40 દેશોમાં ફેલાયો છે. તેમજ બિઝનેશથી વર્ષની કમાણી 7 કરોડ રૂપિયા છે.

ધોરણ 10માં અભ્યાસ છોડવો પડ્યો

નિતેશ પોતાના સંઘર્ષ વિશે જણાવે છે કે તેને નાણાકીય સમસ્યાઓના કારણે વર્ષ 2000માં 10મા ધોરણનો અભ્યાસ છોડવો પડ્યો હતો. જો કે વર્ષ 2003માં 10મું ધોરણ પાસ કર્યું. પરંતુ પછી તે વધુ અભ્યાસ કરી શક્યો નહીં. લખનૌના રહેવાસી નિતેશનું કહેવું છે કે તેણે એક પરિચિત વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લઈને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. નિતેશ ચિકનકારી સાડી, કુર્તી, હાથથી બનાવેલા પગરખા અને અન્ય વસ્તુઓ વેચે છે. નિતેશ આજે બે હજાર મહિલાઓને રોજગારી પણ આપે છે.

આ રીતે બિઝનેશની શરૂઆત થઈ

વર્ષ 2005માં નિતેશને તેના ઘરની નજીકના ડસ્ટબિનમાંથી એક ડિરેક્ટરી મળી હતી. તેમાં કેટલાક નિકાસકારોના નામ હતા. નિતેશ ચિકનકારી કપડાના બજારથી સારી રીતે પરિચિત હતો. તેણે આ ડિરેક્ટરીમાં મળી આવેલા કેટલાક નિકાસકાર સાથે ફોન પર વાત કરી હતી. આ નિકાસકારોએ કહ્યું કે તે લખનૌના એક ઉત્પાદક છે તેમના ઓર્ડર પર કામ કરે છે. એક વ્યક્તિએ કેટલાક નમૂના માંગ્યા. નિતેશે 30 હજાર રૂપિયાની ઉધારી પર એક દુકાનમાંથી 30 સેમ્પલ લીધા અને તે નિકાસકારને મુંબઈ મોકલ્યા. નિકાસકારે માત્ર એક જ સેમ્પલ રાખ્યું અને બાકી પરત મોકલ્યા. નમૂના સફેદ કોટન ચિકનકારી સાડી હતી.

દુકાનદારે સેમ્પલની 1000 સાડીઓ માંગી હતી

નિતેશ જણાવે છે કે દુકાનદારે તે સેમ્પલની 1000 સાડીઓ માંગી હતી. આ પ્રથમ ઓર્ડર તેણે પૂરો કર્યો. દુકાનદારે સાડી દીઠ 375 રૂપિયાના દરે 3.75 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ ઓર્ડરથી નિતેશને 20 હજાર રૂપિયાનો ફાયદો થયો. જો કે આની બાદ તેને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જેમાં સમયસર ઓર્ડર પૂરો કરવામાં અસમર્થ હતો અથવા ગ્રાહક ઓર્ડર આપ્યા બાદ કેન્સલ કરાવતા. જ્યારે અનેક ગ્રાહકોએ ચૂકવણીમાં પણ વિલંબ કર્યો. જેના પગલે તેની પાસે ટૂંક સમયમાં નાણાં સમાપ્ત થઈ ગયા. જ્યારે તેના જૂના ગ્રાહકોમાંથી એક ગ્રાહકે નિતેશને 13,000 રૂપિયા ઉછીના આપ્યા અને તેણે બિઝનેશ ફરી શરૂ કર્યો.

આ રીતે વિદેશમાં પગ મૂક્યો

નિતેશ દિલ્હીમાં ચિકનકારી કપડાનો કેટલોક સ્ટોક વેચવાનું નક્કી કર્યું. દિલ્હી જઇને તે કેટલાક લોકોને મળ્યો. તેમાંથી એક વ્યક્તિ સિંગાપોર જઈ રહ્યો હતો. તે વ્યક્તિ નિતેશને પોતાની સાથે લઈ જવા રાજી થઈ ગયો. નિતેશ તેની સાથે કેટલાક સ્ટોક પણ લઈ ગયો હતો. આ બધો માલ વેચાયો ન હતો અને તેના કારણે તે ફરીથી ખોટમાં આવ્યો. જોકે, નિતેશને અહીં નવું બજાર જોવા મળ્યું હતું. બીજી વખત તે ચિકનકારી કુર્તીઓ સાથે સિંગાપોર પહોંચ્યો. અહીંથી તેનો વિદેશ પ્રવાસ શરૂ થયો. પછી ધીમે ધીમે તેણે અન્ય દેશોમાં પણ પોતાનો પગ જમાવ્યો.

7 કરોડની વાર્ષિક કમાણી

આજે નિતેશ યુરોપ, લેટિન અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં ચિકનકારી કપડા વેચે છે. તેનો બિઝનેસ 40 દેશોમાં ફેલાયેલો છે. વાર્ષિક આવક રૂ. 7 કરોડ છે. નિતેશ કહે છે કે તેનું માર્જિન 10 ટકા છે. તેઓ 2 હજારથી વધુ મહિલાઓ અને અન્ય લોકોને રોજગાર આપી રહ્યા છે. જ્યારે હવે નિતેશ હવે વિદેશમાં ફ્રેન્ચાઈઝી સ્ટોર ખોલવાની યોજના બનાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker