ભારતમાં આવેલા આ ગામના નામ લેતા તો શરમથી પાણી પાણી થઈ જશો…

ભારત પોતાની વિવિધતામાં એકતા માટે હંમેશાથી પ્રસિદ્ધ છે. દુનિયાભરમાં ભારત પોતાની અજબ-ગજબ જગ્યાઓ, વાનગીઓ અને વિવિધ ભાષાઓને કારણે પ્રખ્યાત છે. ભારતમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જેના નામ ખૂબ જ વિચિત્ર હોય છે, પરંતુ આજે અમે અહીં તમને ભારતના કેટલાક એવી જગ્યાઓ કે ગામના નામ વિશે કે જેને બોલતા પણ તમે શરમથી પાણી પાણી થઈ જશો. તો ચાલો કોની રાહ જોવાય છે, જાણીએ આ ગામ વિશે…
આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે છે ભારતના ફતેહાબાદમાં આવેલા ગંદા નામનું ગામ. તમને જાણીને નવાઈ લાગી ને? કદાચ વાંચીને એકાદ વખત મનમાં એવો વિચાર પણ આવ્યો હશે ને કે ભાઈ આવું તે કંઈ નામ હોતું હશે? ભારતમાં ગંદા નામનું ગામ આવેલું છે અને ફતેહાબાદની એક વિદ્યાર્થિનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેના ગામનું નામ બદલવાની માગણી કરી હતી.

ગંદા બાદ આગળ વધીએ અને વાત કરીએ બીજા ગામ વિશે. રેવાડી જિલ્લામાં આવેલું લૂલા આહિર ગામનું નામ પણ ભારતના વિચિત્ર ગામમાં આવે છે. આ ગામના લોકો પણ સમયાંતરે ગામનું નામ લૂલા અહિર બદલવાની માગણી કરી જ ચૂક્યા છે. આ યાદીમાં ત્રીજું નામ આવે છે કુતિયાંવાલી ગામ. આ ગામનું નામ બોલવામાં પણ તમે ખચકાઈ જાવ. હિસારના કુતિયાંવાલી ગામની પંચાયત દ્વારા પણ અનેક વખત પોતાના આ ગામનું નામ બદલવાની માગણી કરી ચૂક્યા છે. આ ગામના લોકોએ પોતાના ગામનું નામ બદલીને વીરપુર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
જોકે, ગંદા, કુતિયાંવાલી ગામ અને લૂલા અહિર સિવાય ભારતમાં બીજા પણ એવા ગામ આવેલા છે જેના નામ સાંભળીને તમે ચોક્કસ જ ચોંકી ઉઠશો. આ યાદીમાં ચોરગઢ, કુત્તાબઝ, લંડોરા જેવા અનેક ગામ પણ આવેલા છે. હવે તમે જ વિચારો કે આવા નામ હોય તો કયો માણસ આવા ગામમાં રહેવાનું પસંદ કરે? છે ને એકદમ યુનિક અને વિચિત્ર કહી શકાય એવી માહિતી? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આપણ વાંચો : હેં, ભારતમાં છુપાયેલું છે એક થાઈલેન્ડ? નામ સાંભળીને ચોંકી ઉઠશો…