તમે પણ સાઈબર ક્રાઈમ કોલર ટ્યુનથી પરેશાન છો? એક જ બટન દબાવીને આ રીતે કરી શકશો બંધ…

દેશમાં વધી રહેલાં સાઈબર ફ્રોડના બનાવોને ધ્યાનમાં લઈને સરકારે નાગરિકોમાં જાગરૂક્તા લાવવા માટે ટેલિકોમ કંપનીઓને કોલ કરતાં પહેલાં સાઈબર ક્રાઈમ અવેરનેસ કોલર ટ્યુન પ્લે કરવાનો આદેશ આપ્યો છે. આ કોલર ટ્યુનમાં અમિતાભ બચ્ચનના અવાજમાં અજાણ્યા કોલ્સ, લિંક કે ઓટીપી શેર કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. જોકે, વારંવાર ટ્યુન્સ સાંભળીને કોલ કરનાર વ્યક્તિ ત્રાસી જાય છે. જો તમે પણ આ કોલર ટ્યુનથી ત્રાસી જાવ છો તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે તમે એક બટન દબાવીને આ કોલર ટ્યુન બંધ કરી શકો છો, ચાલો જોઈએ કઈ રીતે-
રાજસ્થાન પોલીસનાં સબ ઈન્સ્પેક્ટર આરતી સિંહ તંવરને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ સિમ્પલ ટ્રિક શેર કરી છે. આરતી સિંહે જણાવ્યું છે કે જ્યારે પણ તમે કોલ કરો અને જેવી આ કોલર ટ્યુન સંભળાય કે તરત જ તમારે તમારા મોબાઈલનું કી-પેડ ઓન કરીને તેમાં એક નંબર ડાયલ કરો. આવું કરશો એટલે તરત જ આ કોલર ટ્યુન બંધ થઈ જશે અને કોલની રિંગ સંભળાવવા લાગે છે.
આ પણ વાંચો: ફિલ્મરસિયાઓનું મોઢું મીઠું કરાવવા આવી રહી છે ‘જલેબી રોક્સ’
આ ટ્રિક્સ એવા લોકો માટે ખૂબ જ કામની સાબિત થાય છે કે જેઓ વારંવાર કોલ કરે છે અને ઈમર્જન્સીમાં વાત કરવા માંગે છે. જોકે, ટેસ્ટિંગ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે આઈફોન પર તો આ ટ્રિક્સ ખૂબ જ સરસ રીતે કામ કરે છે, પણ કેટલાક એન્ડ્રોઈડ ફોન્સ પર આ ફીચર ના પણ કામ કરે, કારણ કે આ વસ્તુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર પર નિર્ભર કરે છે.
કેન્દ્ર સરકારની નોડલ એજન્સી ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C)એ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો હતો કે ટેલિકોમ કંપનીઓ નાગરિકોમાં સાઈબર સુરક્ષાને લઈને જાગરૂક્તા વધારવા માટે કોલર ટ્યુન અને પ્રી કોલ મેસેજ સિસ્ટમ લાગુ કરે. આ અભિયાન ત્રણ મહિના સુધી લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો: ચાનો એક કપ તમને ભેટમાં આપી શકે છે કેન્સર, જાણી લો કોણે કર્યો આવો દાવો?
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર 2020માં સાઈબર ફ્રોડના 8,703 કેસ નોંધાયા હતા અને એનાથી 1,85,468 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ કોલર ટ્યુનને કાયમી રીતે બંધ કરવાનો કોઈ ઓપ્શન નથી, કારણ કે આ સરકારના જાગરુક્તા અભિયાનનો એક હિસ્સો છે. જોકે, કોલ દરમિયાન તેને મેન્યુઅલી સ્કિપ કરવાનો આ વિકલ્પ સમય બચાવી શકે છે.
જો તમારી સાથે પણ સાઈબર ફ્રોડ થાય છે તો તરત જ હેલ્પ લાઈન નંબર 1930 પર કોલ કરીને નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ કરી શકો છો.