સ્પેશિયલ ફિચર્સ

આજે બની રહ્યો છે આ વિશેષ યોગ, પાંચ રાશિના અવળા પાસા પણ પડશે સીધા…

અગાઉ પણ આપણે એ માહિતી મેળવી હતી કે આ વખતનો દશેરા ખૂબ જ દમદાર અને ખાસ બની રહ્યો છે, કારણ કે આજે એક સાથે અનેક યોગ બની રહ્યા છે. આજે આપણે અહીં દશેરા પર બની રહેલા એક એવા જ યોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ કયો છે યોગ અને કયા ગ્રહની યુતિથી આ યોગ બની રહ્યો છે-

મંગળ અને સૂર્ય હાલ તુલા રાશિમાં બિરાજમાન છે અને એને કારણે આદિત્ય મંગલ યોગ બની રહ્યો છે. આ સંયોગ મંગળવારે બની રહ્યો છે અને મંગળને જ્યોતિષશાસ્ત્રમાં યુદ્ધનો સ્મારક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે.


આ ઉપરાંત તેને ગ્રહોના સેનાપતિ પણ કહેવામાં આવે છે. આ ખાસ યોગ સૂર્ય અને મંગળના એક સાથે તુલા રાશિમાં હોવાને કારણે બની રહ્યો છે. આ બંનેને ગ્રહોના રાજકુમાર બુધનો પણ સાથ મળી રહ્યો છે. દરમિયાન દશેરા અને અસુરી શક્તિઓના પ્રભાવમાં કાર્ય કરનાર લોકો માટે ખૂબ જ કષ્ટદાયી સાબિત થવાનો છે એટલે આગામી એક વર્ષ સુધી નકારાત્મક અને અસામાજિક કામ કરનાર લોકોએ ખુબ જ સાચવીને રહેવું પડશે કારણ કે તેઓ પકડાઈ જશે તો તેમને સજા થવાના પૂરેપૂરો ચાન્સ છે. જ્યારે આ ગ્રહ યોગ જે લોકો સદ્માર્ગ પર ચાલી રહ્યા છે, જેઓ ધાર્મિક પ્રવૃતિ ધરાવે છે એવા લોકો માટે શુભ અને લાભકારી સાબિત થવાનો છે.

મિથુન: મિથુન રાશિના જાતકો માટે દશેરા પર બની રહેલો આ આદિત્ય મંગળ યોગ સુખ સમૃદ્ધિના આશીર્વાદ લઈને આવ્યો છે. આ રાશિના લોકોને દેવી જયા અને વિજયાની કૃપાથી લાભ અને પ્રગતિની તક સતત મળતી રહેશે. જો તમે છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા એમાંથી પણ તમને રાહત મળી રહી છે. મહિનાના અંતમાં રાહુ કેતુના રાશિ પરિવર્તન બાદથી તમાર કિસ્મતના દરવાજા પણ ખુલી રહ્યા છે. તમે કરેલા કામની કાર્યક્ષેત્રે પ્રશંસા થશે. નોકરી બદલવા માંગતા લોકોને પણ એમના પ્રયત્નોમાં સફળતા મળી રહી છે. પ્રેમ સંબંધમાં પણ પ્રેમ અને અપેક્ષિત સહયોગ મળી રહ્યો છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

સિંહ: તમારા રાશિના સ્વામી સૂર્ય તુલા રાશિમાં બુધાદિત્ય યોગ અને આદિત્ય મંગલ યોગ બનાવીને દશેરા પર ગોચર કરી રહ્યા છે. આ શુભ યોગના પ્રભાવથી તમારી કીર્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. ભાઈબહેનો સાથે કોઈ મતભેદ ચાલી રહ્યો છે તો એને કારણે તમારા સંબંધોમાં સુધારો થશે. કોર્ટ કચેરીના મામલે તમને સફળતા મળશે. આર્થિક મામલે તમને દીર્ઘકાલીન નિવેશમાં લાભ મળશે. તમે કેટલાક મોટા સાહસિક નિર્ણય લઈને લાભ મેળવી શકશો. નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને તમારા પ્રયત્નમાં સફળતા મળશે. સુખ સુવિધાઓનો પુરેપરો લાભ ઉઠાવતા જોવા મળશો.

તુલા: આ રાશિમાં જ દશેરા પર આદિત્ય મંગળ યોગ બની રહ્યો છે. આ શુભ યોગના પ્રભાવથી તમારા માટે સફળતાના દરવાજા ખુલી રહ્યા છે. સરકારી ક્ષેત્ર સંબંધિત કામ પૂરા થશે. નોકરી વેપારમાં તમને વરિષ્ઠજનો અને અધિકારીઓ પાસેથી મદદ અને લાભ મળી શકે છે. તમને પોતાના કાર્યક્ષેત્રમાં અમુક મોટી જવાબદારી મળી શકે છે. વેપારમાં તમે અમુક નવી યોજના હેઠળ કામ કરશો જેનો લાભ તમને ભવિષ્યમાં મળશે.

ધન: ધન રાશિના જાતકો માટે આદિત્ય મંગળ યોગ લાભ અને ઉન્નતિનો સંયોગ બની રહ્યો છે. આ શુભ યોગના પ્રભાવથી ધન રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રે પ્રગતિની તક મળશે. જે જાતક પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઈચ્છી રહ્યા છે તેમને ભાગ્ય સફળ બનાવશે. પિતા અને પૈતૃક સંપત્તિનો પણ તમને લાભ મળશે. લગ્નની વાત ચાલી રહી છે તો વાત પાક્કી થશે અને ઘરમાં આનંદનો માહોલ રહેશે. ધાર્મિક યાત્રાનો પણ સંયોગ બનશે. વાહન સુખની પ્રાપ્તિનો પણ સંયોગ બનતો જોવા મળી રહ્યો છે.

મીન: મીન રાશિના જાતકો માટે પણ દશેરા પર બનેલો આ આદિત્ય મંગળ યોગ વિરોધીઓ પર શત્રુઓ પર વિજય અપાવશે. કોઈ વિવાદિત વિષયમાં સફળતા મળશે. રાજકારણ સાથે જોડાયેલા જાતકોને જન સમર્થનનો લાભ મળી રહ્યો છે. જો કેટલાક દિવસોથી સ્વસ્થ્ય સંબંધિત સમસ્યા ચાલી રહી છે તો હવે તમન આરોગ્યમાં સુધારો જોવા મળશે. નોકરીમાં તમને પદ પ્રતિષ્ઠાનો લાભ મળતો જોવા મળી રહ્યો છે. અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button