આધુનિક ટેકનોલોજી ફિલ્મ મેકિંગમાં વિવિધ તબક્કે મદદરૂપ થવા ઉપરાંત હવે ચિત્રપટની વાર્તામાં પણ અલગ સ્વરૂપે એન્ટ્રી લઈ રહી છે.
સોશિયલ મીડિયા આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. ફેસ ટુ ફેસ (મોઢામોઢ) નહીં મળતા અથવા ભાગ્યે જ મળતા લોકો ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત મળતા રહે છે. ટેક્નોલોજીને પગલે ઉદભવેલું સોશિયલ મીડિયા સમાંતર સમાજ જેવું બની ગયું છે એ કહેવામાં અતિશયોક્તિ ભલે હોય, પણ વાતમાં માલ છે એ સુધ્ધાં એટલી જ સાચી વાત છે. મનુષ્ય જીવનમાં જે કંઈ બની રહ્યું હોય એનું પ્રતિબિંબ ફિલ્મોમાં જોવા મળે એવી દલીલ સામાન્યપણે કરવામાં આવતી હોય છે. આ સંદર્ભમાં યંગ જનરેશનનીએક્ટ્રેસ અનન્યા પાંડેએ કરેલી વાત સમજવા જેવી છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેનારી અનન્યાનું નામ એની ફિલ્મો કરતાં સોશિયલ મીડિયામાં એની હાજરીને કારણે વધુ ગાજ્યું છે. એ ગાજવીજમાં ટેકનોલોજી પ્રેરિત સોશિયલ મીડિયાનો મોટો ફાળો છે એ હકીકત છે.
અનન્યાનું કહેવું છે કે ‘હવે પછી ફિલ્મોમાં ટેકનોલોજી એક ‘પ્રભાવી પાત્ર’ સ્વરૂપે નજરે પડતી રહેશે અને સોશિયલ મીડિયાની અસર વિશે વાત કરતી ઘણી વાર્તા ફિલ્મો દ્વારા કહેવામાં આવશે’. વિક્રમાદિત્ય મોટવાણે દિગ્દર્શિત ઈઝછક નામની ફિલ્મમાં અનન્યાએ કામ કર્યું છે, જે તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.
ફિલ્મની વાર્તામાં ડિજિટલ દુનિયામાં જીવતી આજની યંગ જનરેશન કેન્દ્રમાં છે. ગર્લફ્રેન્ડ – બોયફ્રેન્ડ નેહા અવસ્થી અને જો મેસ્કરહેન્સ આદર્શ ઈનફ્લુએન્સર કપલ (લોકોનાજીવનને પ્રભાવિત કરતી જોડી) છે. કોલેજના દિવસોથી સાથે હોવાથી એકબીજા માટે લગાવપણ હોય છે. અચાનક એક દિવસ એવું બને છે કે… અને બંનેનું બ્રેકઅપ થઈ જાય છે. જોને દિમાગમાંથી હટાવી દેવો છે, લાઈફમાં જોઈએ જ નહીં એવી કશ્મકશમાંથી પસાર થતી નેહાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ચાલતી ઈઝછક નામની એક એપ (મોબાઈલ એપ્લિકેશન) હાથ લાગે છે. એની મદદથી જોની હકાલપટ્ટી (ઊફિતય રજ્ઞિળ વિંય ખયળજ્ઞિુ- ડિજિટલ દુનિયામાં રહેલી એની હાજરી નામશેષ કરવી) કરવામાં તો નેહાને સફળતા મળે છે, પણ પેલી એપ પછી બાપ બની ઊભી રહે છે અને… જીવનમાં આરોગ્યને પ્રાથમિકતા હતી ત્યારે ‘ખાવા માટે જીવવું કે જીવવા માટે ખાવું’ એવી ઉક્તિ જાણીતી હતી. આજે ટેકનોલોજી પ્રાધાન્ય ધરાવે છે ત્યાર ‘માણસનો અંકુશ ટેકનોલોજી પર કે ટેકનોલોજી માણસ પર હાવી’ એ સવાલ ટેક સેવી એટલે કે આધુનિક ટેકનોલોજી સમજી એને અનુસરતા સમાજને સતાવી રહ્યો છે.
રોબોટ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે મનુષ્યને પનારો પડે એવી કથા ધરાવતી હિન્દી ફિલ્મ બનાવવાની કોશિશ અગાઉ પણ થઈ છે. ‘લવ સ્ટોરી ૨૦૫૦’ (હરમન બાવેજા, પ્રિયંકા ચોપડા – ૨૦૦૮), ‘રોબોટ’ (રજનીકાંત, ઐશ્ર્વર્યા રાય – ૨૦૧૦)થી લઈને આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી ‘તેરી બાતોંમેં ઉલઝાજીયા’ (શાહિદ કપૂર, કૃતિ સેનન) ફિલ્મોમાં ટેકનોલોજીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જોકે, મનુષ્ય અને રોબોટના રોમેન્સની કથામાં હવે નાવીન્ય નથી રહ્યું. અનન્યાની આ તાજી ફિલ્મની કથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના હસ્તક્ષેપને અલગ વળાંક આપતી હોય એવું પહેલી નજરે લાગે છે ખરું. શું ભવિષ્યમાં આપણને એવી વાર્તા ધરાવતી ફિલ્મ જોવા મળશે, જેમાં અણધારી આફત – સમસ્યામાં ઘેરાઈ ગયેલા પરિવાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ભયમુક્ત થઈ જાય કે પછી કોઈ થ્રીલરમાં એઆઈ અસલી ગુનેગારને ઝબ્બે કરી નિર્દોષને ફાંસીએ ચડતો બચાવી લે એવી વાર્તા હોઈ શકે છે. એથી આગળ વાત કરીએ તો સોશિયલ મીડિયા ફ્રેન્કેન્સ્ટાઇન (એક એવું સર્જન જે અંતેસર્જકનું જ વિસર્જન કરે) બની સમાજ માટે અભિશાપ બની જાય એ પ્રકારની કથાની કલ્પના પણ આકાર લઈ શકે છે. શક્યતા – સંભાવના અમાપ છે.
ફિલ્મ મેકિંગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પ્રભાવ અનેક સ્તરે વર્તાઈ શકે છે અને જોવા સુધ્ધાં મળી રહ્યો છે. અહીં આપણે માત્ર ફિલ્મની વાર્તામાં એની હાજરીની વિવિધ સંભાવના વિશે જ વાત કરી છે.
શોર્ટ ફિલ્મનો અઈં ફેસ્ટિવલ
યુએસના સેન ફ્રેન્સિસ્કો શહેરમાં ગયા મહિને આયોજિત અઈં શોર્ટ ફિલ્મોના એક ફેસ્ટિવલમાં સૌથી પહેલી રજૂઆત હતી એક સોન્ગમાટે ૠજ્ઞિં જ્ઞિં ઢજ્ઞી નામનો ઈન્ડી પોપ મ્યુઝિક વીડિયો. એ વીડિયોમાં એક યુવાન કલાકાર રસ્તા પર ચાલતો – દોડતો નજરે પડે છે. આ દોડભાગ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી અવતરેલી રંગીન દુનિયાનો અનુભવ કલાકાર અને એનો એનિમેટેડ અવતાર વારાફરતી કરે છે. ૪ મિનિટ અને ૫૭ સેકંડના આ વીડિયોની અંતિમ ક્ષણોમાં યુવાન પોતાના એનિમેટેડ અવતારને ગુડબાય કરે છે, એ અવતાર ઊંચે આકાશમાં ઊડી જાય છે અને એનું રૂપાંતર સૂર્યના કાર્ટૂન સ્વરૂપમાં થાય છે…. ધી એન્ડ અને હાજર ઓડિયન્સ તાળીઓના ગડગડાટથી વધાવી લે છે.
સેન ફ્રેન્સિસ્કોના આ કાર્યક્રમમાં અઈં- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તૈયાર કરવામાં આવેલી ૧૩૦૦ શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ટેકનોલોજી અને ક્રિયેટિવિટીના સંયોજનથી વિશ્ર્વભરના ફિલ્મમેકરોએ પોતપોતાની કલ્પના રજૂ કરી હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વાર્તાની રજૂઆતમાં ક્રાંતિ લાવી સર્જકોને નવા કલાત્મક આવિષ્કાર માટે કેવી રીતે સજજ કરી રહી છે એનો અનુભવ આ કાર્યક્રમમાં થયો.ૠયિં જ્ઞિં ઢજ્ઞી વીડિયો અઈં માનવી કલ્પનાનું કેવું અદ્ભુત ચિત્રણ કરી શકે છે એ જોઈ ઓડિયન્સ અવાચક થઈ ગયું હતું.
Also Read –