આ છે દુનિયાનો સૌથી લાંબો રસ્તો, જો એક વખત આ રસ્તા પર ચઢી ગયા તો પછી…

દુનિયાભરમાં હાઈવ અને રોડનું ગીચ નેટવર્ક છે અને તમે પણ અલગ અલગ હાઈવે અને રોડ વિશે સાંભળ્યું હશે. આ રોડ એક જગ્યાને બીજી જગ્યા સાથે જોડે છે. પરંતુ આજે અમે અહીં તમને એક એવા રસ્તા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. અમે અહીં જે રસ્તા વિશે વાત કરી રહ્યા છીએ એ રસ્તા પર જો તમે હજારો કિલોમીટર સુધી આગળ જ વધવું પડશે, કારણ કે કોઈ યુ ટર્ન કે એક્ઝિટ છે જ નહીં. ચાલો જાણીએ ક્યાં આવેલો છે આ અનોખો રસ્તો કે જેને લોકો દુનિયાનો સૌથી લાંબા રસ્તા તરીકે ઓળખે છે.

દુનિયાના સૌથી લાંબા રસ્તા તરીકે ઓળખાતો આ રસ્તો ભારતમાં નહીં પણ અમિરેકામાં આવેલો છે અને એનું નામ છે પેન અમેરિકન હાઈવે. દુનિયાના સૌથી લાંબા રસ્તા તરીકે ઓળખાતો આ હાઈવે બે મહાદ્વિપને મળીને બનાવવામાં આવી છે. આ લાંબા રસ્તા પર પ્રવાસ કરતાં કરતાં તમે એક-બે નહીં પૂરા 14 દેશોનો પ્રવાસ કરી શકશો. છે ને એકદમ અમેઝિંગ?
આ રસ્તો એકદમ સીધો છે અને 30,000 કિલોમીટર સુધી આ રસ્તા પર કોઈ ટર્ન, કટ કે એક્ઝિટ પોઈન્ટ નથી એવું કહેવાઈ રહ્યું છે. એક અંદાજ પ્રમાણે જો તમે આ રસ્તા પર પ્રવાસ કરવા માંગો છો તો એમાં આશરે 60 દિવસ જેટલો સમય લાગે છે અને એ પણ ત્યારે જ્યારે તમે દરરોજના 500 કિલોમીટરનું અંતર કાપશો.
જો તમે આ રસ્તા પર પ્રવાસ કરો છો તો તમારે 2 મહિના માટેનો તમામ ઈંતેજામ કરીને જ મુસાફરી કરવી પડશે. જો તમે એક વખત આ હાઈવે ચઢી ગયા ને તો ભાઈસાબ 14 દિવસની પરિક્રમા કરવા સિવાય કોઈ આરો નહીં રહે. પેન અમેરિકન હાઈવેની ગણતરી દુનિયાના સૌથી લાંબા હાઈવે તરીકે કરવામાં આવે છે.
ચોંકી ઉઠ્યાને તમે પણ આ પેન અમેરિકન હાઈવે વિશે જાણીને? આ ઈન્ટરેસ્ટિંગ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આપણ વાંચો : ટોલમાંથી મુક્તિ મેળવવાની આ છે સિમ્પલ ટ્રિક, પછી કહેતાં નહીં કીધું નહોતું…