Sonakshi Sinha આપશે Good News?
બોલીવૂડ દબંગ સ્ટાર સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal) જ્યારથી એમના લગ્ન થયા છે ત્યારથી જ ચર્ચામાં રહે છે. હવે સોનાક્ષી સિંહા પ્રેગ્નન્ટ છે એવો દાવો અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે, પરંતુ એક્ટ્રેસે આ બાબતે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું કે તે ગર્ભવતી નથી. ચાલો જોઈએ બીજું શું કહ્યું છે સોનાક્ષીએ-
આ પણ વાંચો : ધનુષે પૂર્વ સસરા રજનીકાંતને કંઇક આવી રીતે જન્મદિવસની શુભેચ્છા આપી
સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલ સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે અને આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એવી અફવા ઉડી હતી કે સોનાક્ષી સિન્હા પ્રેગ્નન્ટ છે. પરંતુ હવે સોનાક્ષીએ આ અફવાનું ખંડન કર્યું છે અને તેણે જણાવ્યું હતું કે તે ગર્ભવતી નથી. જોકે, તેણે આ વાત પોતાના મજાકિયા અંદાજમાં જણાવી હતી.
સોનાક્ષીએ કહ્યું હતું કે ગાઈઝ હું અહીં સ્પષ્ટતા કરવા માંગું છું કે હું પ્રેગ્નન્ટ નથી, બસ ખાલી જાડી થઈ ગઈ છું. તેણે આગળ એવું પણ જણાવ્યું હતું કે કેટલાક લોકોએ તો ઝહિરને શુભેચ્છા પણ પાઠવી હતી. આ ઈન્ટરવ્યુમાં સોનાક્ષી સાથે ઝહિર પણ હાજર હતો અને પ્રેગ્નન્સીના સવાલ પર વાત કરતાં ઝહિરે અને સોનાક્ષીએ જણાવ્યું હતું કે લગ્ન પછી અમે લોકો હરી-ફરી રહ્યા છીએ. આ સાથે જ અમે હાલમાં લંચ અને ડિનર ઈનવાઈટ જ અટેન્ડ કરી રહ્યા છીએ. બીજી કોઈ વસ્તુ પર ફોકસ કરવાનો અમારી પાસે સમય જ નથી.
અત્રે ઉલ્લેખનીય છે તે હાલમાં જ ઝહિર ઈકબાલનો જન્મદિવસ ગયો અને એ સોશિયલ મીડિયા પર ઝહિરના જન્મદિવસનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી સિન્હા અને એના માતા-પિતા પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત બોલીવૂડ ફોરેવર યંગ એક્ટ્રેસ રેખા અને ઝહિરના પિતા પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : Aishwarya Rai-Bachchanની મુશ્કેલી અટકવાનું નામ નથી લેતી, નણંદ બાદ ભાભીએ કર્યું કંઈક એવું કે…
અહીંયા તમારી જાણ માટે કે થોડાક સમય પહેલાં જ આખો સિન્હા પરિવાર કોમેડિયન કપિલ શર્માના શો પર પહોંચ્યો હતો જ્યાં તેમણે જમાઈ ઝહિર સાથે ખૂબ જ મોજ-મસ્તી કરી હતી.