લગ્નના બે જ મહિનામાં Sonakshi Sinha-Zahir Iqbalની લવસ્ટોરીમાં લવ છુમંતર?

બોલીવૂડ એક્ટ્રેસ Sonakshi Sinha હાલમાં એની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં છે અને એમાં પણ જ્યારથી તેણે તેના બોયફ્રેન્ડ Zahir Iqbal સાથે લગ્ન કર્યા છે ત્યારથી તો ખાસ. ક્યારેક પતિ ઝહિર સાથેની લેટનાઈટ ડિનર ડેટ તો ક્યારેક વિદેશમાં સેકન્ડ હનીમૂન… ગઈકાલથી સોશિયલ મીડિયા પર સોનાક્ષીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને ફેન્સ એવી એટકળો લગાવી રહ્યા છે કે લગ્નના બે જ મહિનામાં ન્યુલી વેડ કપલની લવસ્ટોરીમાંથી લવ ખોવાઈ ગયો છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું સોનાક્ષીએ-
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં સોનાક્ષી અને ઝહિર ડિનર કરીને રેસ્ટોરાંમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. પેપ્ઝ જ્યારે આ બંને લવબર્ડસને કેમેરામાં કેદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો સોનાક્ષીએ પેપ્ઝને હટાવતા કહ્યું કે અરે મને ઘરે જવા દો યાર. હું કેમ રોકાઉં? દરમિયાન બેકગ્રાઉન્ડમાં ઝહિર કોઈને હાથ મિલાવતો અને ગળે મળતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : હનીમૂન પર પતિ Zahir Iqbal સાથે આ શું કર્યું Sonakshi Sinhaએ?
દરમિયાન સોનાક્ષી કારમાં બેસી જાય છે અને ઝહિર પણ ગાડીમાં આવીને બેસી જાય છે. ફ્રન્ટ એંગલથી શૂટ કરવામાં આવેલા વીડિયોમાં ઝહિર અને સોનાક્ષી વચ્ચે કંઈક વાત થતી જોવા મળે છે અને સોનાક્ષીના લિપસિંક પર ધ્યાન આપીએ તો તે ઝહિરને અબે ચલ ના એવું કહેતું જોવા મળી રહી છે.
સોનાક્ષીનું આ વર્તન ફેન્સને ખાસ કંઈ પસંદ આવ્યું હોય એવું લાગતું નથી અને આ જ કારણે તેઓ એને ટ્રોલ કરી રહ્યા છે. આ વાઈરલ વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે આને બિલકુલ શિસ્ત જ નથી. બીજા એક યુઝરે લખ્યું હતું કે કળિયુગની સુર્પણખા તો ત્રીજા એક યુઝરે લખ્યું કે શું તેણે ઝહિરને અબે ચલ કહ્યું? બીજા એક યુઝરે લખ્યું હતું કે નશેડીવુડની ક્વીન…
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સોનાક્ષી અને ઝહિરના લગ્ન થયા. આ સિવાય જે ઘરમાં સોનાક્ષી અને ઝહિરના લગ્ન થયા હતા એ ઘર પણ સોનાક્ષીએ વેચવા કાઢ્યું છે ત્યારથી લઈને સોનાક્ષી અને ઝહિરને જઈને જાત-જાતની વાતો સામે આવી રહી છે.