રાશિફળસ્પેશિયલ ફિચર્સ

સોમવતી અમાસ પર રચાશે દુર્લભ યોગ, આ રાશિના લોકોને લાભ જ લાભ

હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે અને એમાં પણ સોમવારે જ્યારે અમાસ આવે ત્યારે તો તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાવસ્યા ગણાય છે. આ વર્ષે ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિએ સોમવતી અમાવસ્યા આવે છે. 8 એપ્રિલના રોજ સોમવતી અમાવસ્યા છે. સોમવતી અમાવસ્યા પર એક વિશેષ યોગ રચાઇ રહ્યો છે. આ અમાવસ્યા ખૂબ જ ખાસ છે કારણકે આ અમાવસ્યાના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે. તો ચાલો જાણીએ આ દિવસ કઇ રાશિના જાતકો માટે શુભ સંદેશ લઇને આવી રહ્યો છે.

વૃષભઃ વૃષભ રાશિના જાતકોની આ દિવસથી સારા દિવસોની શરૂઆત થઇ રહી છે. તેમની કરિયરમાં ઘણી તરક્કી થશે અને તેઓ પ્રગતિના નવા નવા સોપાનો સર કરશે. તેમને વેપારમાં પણ ઘણો આર્થિક લાભ થશે. તેમની નાણાકીય સ્થિતિ સદ્ધર થતી જશે.


કન્યાઃ સોમવતી અમાવસ્યા કન્યા રાશિના જાતકો માટે ખુશીનો સંદેશો લઇને આવી રહી છે. તેમને નોકરીમાં પ્રમોશન થવાના પ્રબળ યોગો છે. અવિવાહીત લોકોના લગ્ન પણ નક્કી થઇ શકે છે.


તુલાઃ સોમવતી અમાવસ્યા તુલા રાશિના જાતકો માટે પણ શુભ છે. તેમને નોકરીમાં લાભ થશે. તેમના અટકેલા કામો પૂરા થશે. પૈસા સંબંધિત તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યાહતા તેનો હવે અંત આવી જશે અને તેમની જિંદગી ખુશહાલ બની જશે. વેપારમાં પણ તેમનો બમણો લાભ થવાના યોગ છે.


કુંભઃ કુંભ રાશિના જાતકોને સોમવતી અમાવસ્યાથી સુખ અને સમૃદ્ધિના યોગ છે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. કશે ધાર્મિક યાત્રાએ જવાના યોગ પણ થઇ રહ્યા છે. તેમની આવકમાં પણ જંગી વધારો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button